જપ્તી જાહેરાત રદ કરવા માટે ઉચ્ચન્યાયાલયને અરજી - કલમ : 99

જપ્તી જાહેરાત રદ કરવા માટે ઉચ્ચન્યાયાલયને અરજી

(૧) જે વતૅમાનપત્ર પુસ્તક કે અન્ય દસ્તાવેજ અંગે કલમ-૯૮ મુજબ જપ્તી જાહેરાત કરવામાં આવી હોય તેમાં હિત ધરાવનાર કોઇ વ્યકિત તે જાહેરાત રાજપત્રમાં પ્રસિધ્ધ થયાની તારીખથી બે મહીનાની અંદર જે વતૅમાનપત્રના અંક કે પુસ્તક કે અન્ય દસ્તાવેજ અંગે જાહેરાત કરવામાં આવી હતી તેમા કલમ-૯૮ની પેટા કલમ (૧) માં ઉલ્લેખેલા પ્રકારની કોઇ બાબત સમાયેલ ન હતી એ કારણે તે જાહેરાત રદ કરવા ઉચ્ચન્યાયાલયને અરજી કરી શકશે.

(૨) જયારે ઉચ્ચન્યાયાલય ત્રણ કે તેથી વધુ જજનું બનેલું હોય ત્યારે ત્રણ જજના બનેલા ઉચ્ચન્યાયાલયની સ્પેશિયલ બેન્ચ એવી દરેક અરજી સાંભળશે અને તેનો નિકાલ કરશે અને ઉચ્ચન્યાયાલય ત્રણ કરતા ઓછા જજનું બનેલુ હોય ત્યારે તે ઉચ્ચન્યાયાલયના તમામ જજની ખાસ બેન્ચ બનશે.

(૩) કોઇ વતૅમાનપત્ર સબંધમાં એવી કોઇ અરજીની સુનાવણી વખતે જેને જપ્ત કરવાની જાહેરાત થઇ હોય તે વતૅમાનપત્રના શબ્દો ચિન્હો અથવા તેના દૃશ્ય પ્રતિરૂપોના સ્વરૂપ કે વલણની સાબિતીમાં તે વતમાનપત્રના અંકની નકલ પુરાવામાં આપી શકાશે.

(૪) જે વતૅમાનપત્રના અંક અંગે અથવા જે પુસ્તક કે અન્ય દસ્તાવેજ અંગે અરજી કરવામાં આવી હોય તેમાં કલમ-૯૮ ની પેટા કલમ (૧) માં ઉલ્લેખેલી કોઇ પ્રકારની બાબત છે એવી પોતાને ખાતરી ન થાય તો ઉચ્ચન્યાયાલય જપ્તીની જાહેરાત રદ કરશે.

(૫) સ્પેશિયલ બેન્ચના જજ વચ્ચે મતભેદ હોય ત્યારે નિણૅય તેમની બહુમતીના અભિપ્રાય અનુસાર કરવામાં આવશે.