
અપનયન થયેલ સ્ત્રીઓને પાછી સોંપવાની ફરજ પાડવાની સતા
કોઇ સ્ત્રીનું કે બાળાનું કોઇ ગેરકાયદેસર હેતુ માટે અપનયન થયાની અથવા તેને ગેરકાયદેસર રીતે રોકી રાખ્યાની સોગંદ ઉપર ફરિયાદ મળતા જિલ્લા મેજિસ્ટ્રેટ પેટા વિભાગીય મેજીસ્ટ્રેટ અથવા પહેલા વગૅના મેજિસ્ટ્રેટ તેવી સ્ત્રીને તરત મુકત કરવાનો અથવા તેવી બાળાને તેના મા બાપ વાલી કે તેનો કાયદેસરનો હવાલો ધરાવનાર અન્ય વ્યકિતને તરત પાછી સોંપવાનો હુકમ કરી શકશે અને જરૂરી બળ વાપરીને તે હુકમનું પાલન કરાવી શકશે.
Copyright©2023 - HelpLaw