હકૂમતની બહાર ઝડતી લેતાં મળી આવેલી વસ્તુઓનો નીકાલ - કલમ : 104

હકૂમતની બહાર ઝડતી લેતાં મળી આવેલી વસ્તુઓનો નીકાલ

ઝડતી વોરંટ કાઢનાર ન્યાયાલયની સ્થાનિક હકૂમતની બહાર કોઇ જગ્યાએ ઝડતી વોરંટ બજાવતા જે વસ્તુઓ માટે ઝડતી લેવાની હોય તેમાંની કોઇ વસ્તુ મળી આવે ત્યારે તે વસ્તુઓ આ સંહિતામાં હવે પછી કરેલી જોગવાઇઓ હેઠળ તૈયાર કરેલી તેની યાદી સહિત વોરંટ કાઢનાર ન્યાયાલય સમક્ષ તરત લઇ જવી જોઇશે પરંતુ તે જગ્યામાં હકૂમત ધરાવતા મેજીસ્ટ્રેટ ન્યાયાલય કરતા નજીક હોય ત્યારે તે યાદી અને વસ્તુઓ તે મેજિસ્ટ્રેટ સમક્ષ પરત લઇ જવી જોઇશે અને જો એથી વિરૂધ્ધ સબળ કારણ ન હોય તો તે મેજિસ્ટ્રેટે તે વસ્તુઓ અને યાદી તે ન્યાયાલય પાસે લઇ જવાનો અધિકાર આપતો યોગ્ય હુકમ કરવો જોઇશે.