ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમ દ્રારા શોધખોળ અને જપ્તીનું રેકોર્ડિંગ - કલમ : 105

ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમ દ્રારા શોધખોળ અને જપ્તીનું રેકોર્ડિંગ

આ પ્રકરણ હેઠળ અથવા કલમ-૧૮૫ હેઠળ સ્થળની શોધખોળ કરવાની અથવા કોઇપણ મિલકત ચીજ અથવા વસ્તુનો કબ્જો લેવાની કાયૅપધ્ધતિ જેમાં આવી શોધખોળ અને જપ્તી દરમ્યાન જપ્ત કરાયેલી તમામ વસ્તુઓની યાદી તૈયાર કરવાનું અને સાક્ષીઓ દ્રારા આવી યાદીમાં સહી કરાવવાનું પણ સામેલ છે તે સહિત આવી કાયૅપધ્ધતિ કોઇપણ ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક પધ્ધતિથી ઇચ્છનીય રીતે મોબાઇલ ફોન દ્રારા રેકોડૅ કરવાની રહેશે અને પોલીસ અધિકારીએ આવા રેકોર્ડિંગને વિલંબ કયૅા વગર જિલ્લા મેજિસ્ટ્રેટ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલી આપવનું રહેશે.