
કેટલોક માલ કબ્જે લેવાની પોલીસ અધિકારીની સતા
(૧) ચોરીનો હોવાનું કહેવાતો અથવા ચોરેલો હોવાનો શક પડતો હોય તેવો અથવા કોઇ ગુનો થયાનો શક પેદા થાય એવા સંજોગોમાં મળી આવેલો માલ કોઇપણ પોલીસ અધિકારી કબ્જે લઇ શકશે.
(૨) એ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીની નીચે હોય તો તેણે માલ કબ્જે લિધાનો રિપોટૅ તે અધિકારીને તરત કરવો જોઇશે.
(૩) પેટા કલમ (૧) હેઠળ કામ કરતા દરેક પોલીસ અધિકારીએ હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટને કબ્જે લિધાનો તાબડતોબ રિપોટૅ કરવો જોઇશે અને કબ્જે લિધેલી મિલકત એવી હોય કે તે સુગમતાથી ન્યાયાલયમાં ખસેડી શકાય તેવી ન હોય અથવા જયાં આવી મિલકતનો કબ્જો રાખવા માટે યોગ્ય જગ્યા હોવાની ખાતરી મેળવવી મુશ્કેલ હોય અથવા તપાસના હેતુ માટે મિલકતને પોલીસ કસ્ટડીમાં જારી રાખવાનું જારૂરી જણાતું ન હોય ન્યારે તે તેનો હવાલો જે કોઇપણ વ્યકિત તે મિલકત ન્યાયાલય સમક્ષ જરૂર પડે તેમ અને ત્યારે રજૂ કરવાની અને તેનો નિકાલ કરવા સબંધી ન્યાયાલયના બીજા હુકમોનો અમલ કરવાની બાંયધરી આપતો મુચરકો કરી આપે એટલે તે વ્યકિતે આપી શકશે. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવેલ છે કે પેટા કલમ (૧) હેઠળ થયેલ મિલકત ઝડપથી અને કુદરતી રીતે નાશ પામે તેવી હોય અને જો આવી મિલકત અંગે હકકદાર વ્યકિત અજાણી હોય અથવા ગેરહાજર હોય અને આવી મિલકતની કિંમત રૂપિયા પાંચસો કરતા ઓછી હોય ત્યારે તેનું વેચાણ હરાજી દ્રારા પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટના હુકમ હેઠળ તરત જ કરવામાં આવવું જોઇશે અને કલમ-૫૦૩ અને કલમ-૫૦૪ ની જોગવાઇઓ વ્યવહારૂ હોય તેટલી રીતે આવા વેચાણની ચોખ્ખી ઉપજને લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw