કામગીરી હુકમો સબંધી અરસપરસની વ્યવસ્થા - કલમ : 110

કામગીરી હુકમો સબંધી અરસપરસની વ્યવસ્થા

(૧) જેને આ સંહિતા લાગુ પડે છે તે રાજયક્ષેત્રો (આ કલમમાં હવે પછી જેનો સદરહુ રાજયક્ષેત્રો તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે) માંના કોઇ ન્યાયાલય એમ ઇચ્છે કે પોતે કાઢેલ

(એ) કોઇ આરોપી ઉપરનો સમન્સ અથવા

(બી) કોઇ આરોપીને પકડવા માટેનું વોરંટ અથવા

(સી) કોઇ વ્યકિતને હાજર થઇને કોઇ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવા અથવા તે રજૂ કરવા ફરમાવતો સમન્સ અથવા

(ડી) ઝડતી વોરંટ

(૧) સદરહુ રાજયક્ષેત્રો બહારના ભારતના કોઇ રાજય કે વિસ્તારમાંના ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાં આવેલા કોઇ સ્થળે બજાવવો જોઇએ કે તેનો અમલ કરાવવો જોઇએ ત્યારે તે ન્યાયાલય તે સમન્સ કે વોરંટ ની બે પ્રતો તેની બજવણી કે અમલ માટે તેવા ન્યાયાલયના પ્રમુખ અધિકારીને ટપાલ મારફત કે બીજી રીતે મોકલી શકશે અને ખંડ (એ) અથવા ખંડ (સી) માં ઉલ્લેખેલો સમન્સ એ રીતે બજાવવામાં આવે ત્યારે જે ન્યાયાલયને તે મોકલવામાં આવ્યો હોય તેનો પ્રમુખ અધિકારીને સદરહુ રાજયક્ષેત્રોમાંના મેજિસ્ટ્રેટ હોય એ પ્રમાણે તે સમન્સ સબંધમાં કલમ-૭૦ની જોગવાઇઓ લાગુ પડશે.

(૨) ભારતની બહાર કોઇ દેશમાં અથવા સ્થળે જેના સબંધમાં આવા દેશ અથવા સ્થળની સરકાર સાથે કેન્દ્ર સરકારે ફોજદારી બાબતો (જેનો આ કલમમાં હવે પછી કરાર કરેલાં રાજયો તરીકે ઉલ્લેખ કર્યોૌ છે તે) ના સબંધમાં સમન્સ અથવા વોરંટ બજાવવા કે અમલ કરવા માટે વ્યવસ્થા કરી હોય તો તે આવો સમન્સ અથવા વોરંટ બે પ્રતમાં તેવા નમૂનામાં તેવા ન્યાયાલય જજ અથવા મેજિસ્ટ્રેટને ફરમાવીને મોકલી શકશે અને કેન્દ્ર સરકાર આ અથૅ જાહેરનામાંથી નિદિષ્ટ કરે તે પ્રમાણે રવાનગી માટે તેવા સતાધિકારીને મોકલી શકશે.

(૨) (૧) સદરહુ રાજયક્ષેત્રો બહારના ભારતના કોઇપણ રાજય કે કોઇ વિસ્તારમાંના કોઇ ન્યાયાલયે

(૨) કરાર કરનાર રાજયમાંના કોઇ ન્યાયાલયે જજે અથવા મેજિસ્ટ્રેટે કાઢેલ

(એ) કોઈ આરોપી ઉપરનો સમન્સ અથવા

(બી) કોઇ આરોપીને પકડવા માટેનું વોરંટ અથવા

(સી) કોઇ વ્યકિતને હાજર થઇને દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવા અથવા તે રજૂ કરવા ફરમાવતો સમન્સ અથવા

(ડી) ઝડતી વોરંટ

(૧) સદરહુ રાજયક્ષેત્રોની બહાર ભારતમાંના કોઇપણ રાજય કે વિસ્તારના કોઇ ન્યાયાલય દ્રારા કાઢવામાં આવેલ હોય

(૨) કરાર કરનાર રાજયોમાંના કોઇ ન્યાયાલય ન્યાયાધીશ અથવા મેજિસ્ટ્રેટ દ્રારા કાઢવામાં આવેલ હોય ત્યારે બજવણી કે અમલ માટે સદરહુ રાજયક્ષેત્રોમાંના કોઇ ન્યાયાલયને મળેલ હોય ત્યારે તે ન્યાયાલયે સદરહુ રાજયક્ષેત્રોમાંના અન્ય ન્યાયાલય તરફથી પોતાની સ્થાનિક હકૂમતમાં બજવણી કે અમલ માટે તે સમન્સ કે વોરંટ મળ્યું હોય તેમ તેની બજવણી કે અમલ કરવો જોઇશે અને જયારે

(૧) ધરપકડનું વોરંટ બજાવવામાં આવ્યું હોય ત્યારે પકડાયેલ વ્યકિત સબંધી કાયૅવાહી શકય હોય ત્યાં સુધી કલમો-૮૨ અને ૮૩ થી ઠરાવેલી કાયૅરીતિ અનુસાર કરવી જોઇશે.

(૨) ઝડતી વોરંટનો અમલ કરવામાં આવ્યો હોય ત્યારે ઝડતીમાં મળી આવેલી વસ્તુઓના સબંધમાં કાયૅવાહી શકય હોય ત્યાં સુધી કલમ-૧૦૪ થી ઠરાવેલી કાયૅરીતિ અનુસાર કરવી જોઇશે. પરંતુ કરાર કરનાર રાજય તરફથી મળેલ સમન્સ અથવા સર્ચ વોરંટ બજાવવામાં આવેલ હોય તે કેસમાં રજૂ કરેલ દસ્તાવેજો અથવા વસ્તુઓ અથવા ઝડતીમાં મળી આવેલ દસ્તાવેજો અથવા વસ્તુઓ આ અથૅ કેન્દ્ર સરકાર જાહેરનામાંથી નિદિષ્ટ કરે તેવા સતાધિકારી દ્રારા સમન્સ અથવા ઝડતી વોરંટ કાઢતાં ન્યાયાલયને મોકલવા જાઇશે