વ્યાખ્યાઓ
આ પ્રકરણમાં સંદભૅથી અન્યથા અપેક્ષિત ન હોય તો
(એ) કરાર કરનાર રાજય એટલે ભારત બહારનો કોઇ દેશ અથવા સ્થળ કે જેના સબંધમાં કેન્દ્ર સરકારે આવા દેશ સાથે સંધિ દ્રારા અથવા બીજી કોઇ રીતે વ્યવસ્થા કરી હોય
(બી) ઓળખ માં ગુનો કરવામાંથી પ્રાપ્ત થયેલી અથવા તેમાં ઉપયોગમાં લીધેલી મિલકતની સાબિતી સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે.
(સી) ગુનાની ઉપરજ એટલે ગુનાહિત પ્રવૃતિ (ચલણની હેરાફેરીને સંડોવતા ગુના સહિત) ના પરિણામે કોઇપણ વ્યકિત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત થયેલી અથવા તેણે મેળવેલી કોઇપણ મિલકત અથવા આવી કોઇપણ મિલકતની કિંમત
(ડી) મિલકત એટલે દરેક વણૅનવાળી ભૌતિક કે અભૌતિક સ્થાવર કે જંગમ મૂતૅ કે અમૂતૅ મિલકત અને અસ્કયામત અને ગુનો કરીને પ્રાપ્ત કરેલ અથવા જે ઉપયોગ કરેલી આવી મિલકત અથવા અસ્કયામતના માલિકી હકકનો અથવા હિતનો પુરાવો આપતા ખતો અને લેખો અને તેમાં ગુનાની ઉપજમાંથી મેળવેલ મિલકતનો સમાવેશ થાય છે.
(ઇ) શોધવું એટલે મિલકતનો પ્રકાર પ્રાપ્તિ સ્થાન નિકાલ હેરફેર માલિકીહકક અથવા માલિકી નકકી કરવી.
Copyright©2023 - HelpLaw