ભારતની બહારના દેશમાં અથવા સ્થળે તપાસ માટે સક્ષમ અધિકારીને વિનંતીનો પત્ર - કલમ : 112

ભારતની બહારના દેશમાં અથવા સ્થળે તપાસ માટે સક્ષમ અધિકારીને વિનંતીનો પત્ર

(૧) જો કોઇ ગુનાની તપાસ દરમ્યાન તપાસ અધિકારી અથવા તપાસ અધિકારીથી ઉચ્ચ કક્ષાના કોઇપણ અધિકારી દ્રારા એવી અરજી કરવામાં આવે કે ભારત બહારના કોઇ દેશમાં અથવા સ્થળે પુરાવા ઉપલબ્ધ હોઇ શકે છે તો કેસની હકીકતો અને સંજોગોથી પરિચિત હોય તેવી કોઇપણ વ્યકિતની મૌખિક તપાસ કરવા અને આવી તપાસ દરમ્યાન તેનું નિવેદન રેકોડૅ કરવા અને આવી વ્યકિતને અથવા અન્ય કોઇપણ વ્યકીતને કેસને લગતા તેમના કબ્જામાં હોય તેવી કોઇપણ દસ્તાવેજો અથવા ચીજવસ્તુ રજૂ કરવા આદેશ કરવા અને આવી રીતે લીધેલા અથવા એકત્રિત કરેલા તમામ પુરાવા અથવા તેની પ્રમાણિત નકલો અથવા આવી રીતે એકત્રિત કરેલી ચીજવસ્તુઓ વિનંતિપત્ર ઇશ્યુ કરતી નયાયાલયને મોકલી આપવા માટેની વિનંતિ બાબતમાં કામગીરી કરવા સક્ષમ હોય તેવી તે દેશ અથવા સ્થળના ન્યાયાલય અથવા સતાધિકારીને કોઇપણ ફોજદારી ન્યાયાલય આવો વિનંતિપત્ર ઇશ્યુ કરી શકશે.

(૨) વિનંતીપત્ર કેન્દ્ર સરકાર આ બાબતમાં નિદિષ્ટ કરે તેવી રીતે મોકલવો જોઇશે.

(૩) પેટા કલમ (૧) હેઠળ રેકોડૅ કરવામાં આવેલ દરેક નિવેદન અથવા મળેલ દસ્તાવેજ અથવા વસ્તુ આ સંહિતા હેઠળની તપાસ દરમ્યાન એકત્રિત કરવામાં આવેલ પુરાવો ગણવામાં આવશે.