ભારતની બહારના દેશ અથવા સ્થળ તરફથી ભારતમાં તપાસ માટે ન્યાયાલય અથવા સતામંડળને વિનંતીનો પત્ર - કલમ : 113

ભારતની બહારના દેશ અથવા સ્થળ તરફથી ભારતમાં તપાસ માટે ન્યાયાલય અથવા સતામંડળને વિનંતીનો પત્ર

(૧) ભારતની બહારના કોઇ દેશમાં અથવા સ્થળે તપાસ હેઠળના ગુના સબંધમાં કોઇપણ વ્યકિતની તપાસ માટે અથવા કોઇપણ દસ્તાવેજ અથવા વસ્તુના ઉત્પાદન માટે પત્ર ઇશ્યુ કરવા માટે તે દેશમાંની અથવા સ્થળે સક્ષમ ન્યાયાલય અથવા સતામંડળ તરફથી વિનંતીનો આવો પત્ર પ્રાપ્ત થયે કેન્દ્ર સરકાર જો તેને યોગ્ય લાગે તો

(૧) મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટને અથવા આ બાબતમાં તેઓ જે નકકી કરે તે ન્યાયિક મેજિસ્ટ્રેટને તેઓ મોકલી આપશે જેઓ તે અન્વયે તેમની સમક્ષ વ્યકિતને બોલાવશે અને તેમનું નિવેદન રેકોડૅ કરશે અથવા દસ્તાવેજ અથવા વસ્તુ રજૂ કરાવશે અથવા

(૨) તપાસ માટે કોઇપણ પોલીસ અધિકારીને પત્ર મોકલી આપશે જેઓ તે અન્વયે ગુનો જેવી રીતે ભારતમાં જ આચરયો હોય તેવી જ રીતે ગુનાની તપાસ કરશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ લેવામાં આવેલા અથવા એકત્રિત કરાયેલા તમામ પુરાવા અથવા તેની પ્રમાણિત નકલો અથવા આ રીતે એકત્રિત કરવામાં આવેલી વસ્તુ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી બેમાંથી જે લાગુ પડતા હોય તેમના દ્રારા અદાલતને અથવા વિનંતીપત્ર ઇશ્યુ કરતા સતાધિકારીને કેન્દ્ર સરકારને યોગ્ય લાગે તેવી રીતે સ્થાનાંતરણ માટે કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે.