વ્યકિતઓની હેરફેર સુનિશ્ર્વિત કરવામાં સહાય - કલમ : 114

વ્યકિતઓની હેરફેર સુનિશ્ર્વિત કરવામાં સહાય

(૧) ભારતમાંનું કોઇ ન્યાયાલય ગુનાહિત બાબતના સબંધમાં એવું ઇચ્છે કે કોઇપણ વ્યકિતને હાજર થવા માટેનુ ધરપકડનું અથવા પોતે કાઢેલા દસ્તાવેજ અથવા બીજી વસ્તુ રજૂ કરવા માટે કાઢેલ વોન્ટ કરાર કરનાર રાજયના કોઇપણ સ્થળે બજાવવામાં આવે તો તેણે કેન્દ્ર સરકાર આ અથૅ જાહેરનામામાં નિદિષ્ટ કરે તેવા નમૂનામાં આવા ન્યાયાલય જજ અથવા મેજિસ્ટ્રેટને આવા સતાધિકારી મારફતે આવું વોરંટ બે નકલમાં મોકલવું જોઇશે અને તે ન્યાયાલય જજ અથવા યથાપ્રસંગ મેજિસ્ટ્રેટે તેનો અમલ કરાવડાવવો જોઇશે.

(૨) જો ગુનાના અન્વેષણ અથવા તપાસ દરમ્યાન અન્વેષણ કરનાર અધિકારી અથવા અન્વેષણ કરનાર અધિકારીથી ઉપલા દરજજાના કોઇપણ અધિકારી એવી અરજી કરે કે કરાર કરનાર રાજયમાંના કોઇપણ સ્થળમાં હોય તેવી વ્યકિતની આવી તપાસ અથવા અન્વેષણના સબંધમાં હાજરી જરૂરી છે અને ન્યાયાલયને એવી ખાતરી થાય કે આવી હાજરી જરૂરી છે તો તેણે કેન્દ્ર સરકાર આ અથૅ તે બજાવડાવવા અથવા અમલ કરાવડાવવા માટે જાહેરાનામાંથી નદિષ્ટ કરે તેવા નમૂના મુજબ બે પ્રતમાં સદરહુ વ્યકિત સામે આવા ન્યાયાલય જજ અથવા મેજિસ્ટ્રેટને તેની બજવણી અથવા અમલ કરાવવા માટે સમન્સ અથવા વોરંટ કાઢવું જોઇશે.

(૩) ગુનાહિત બાબતના સબંધમાં ભારતના કોઇ ન્યાયાલયને કરાર કરનાર રાજયમાં ન્યાયાલયે જજે અથવા મેજિસ્ટ્રેટે કાઢેલ તે ન્યાયાલયમાં અથવા બીજી કોઇપણ તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવા અથવા હાજર થવા અને કોઇ દસ્તાવેજ અથવા બીજી વસ્તુ રજૂ કરવાનું ફરમાવતું ધરપકડનું વોરંટ મળ્યું હોય ત્યારે તે ભારતમાંના જ બીજા કોઇ ન્યાયાલય પાસેથી તેની સ્થાનિક હકૂમતની અંદર અમલ કરવા માટે વોરંટ મળ્યું હોય તેમ તેનો અમલ કરવો જોઇશે.

(૪) પેટા કલમ (૩) અનુસાર કરાર કરનાર રાજયને તબદિલ કરેલ કોઇ વ્યકિત ભારતમાં કેદી હોય ત્યારે ભારતમાંનું ન્યાયાલય અથવા કેન્દ્ર સરકાર તે ન્યાયાલય અથવા સરકારને યોગ્ય લાગે તેવી શરતો નાખી શકશે.

(૫) પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) ના અનુસંધાનમાં ભારતમાં તબદિલ કરેલ કોઇ વ્યકીત કરાર કરનાર રાજયમાં કેદી હોય ત્યારે ભારતમાંના ન્યાયાલયે એવી ખાતરી કરવી જોઇશે કે જે શરતોને અધીન રહીને કેદીને ભારતમાં તબદિલ કરવામાં આવ્યો છે તે શરતનું પાલન થયું છે અને આવા કેદીને કેન્દ્ર સરકાર લેખિતમાં આદેશ આપે તેવી શરતોને અધીન રહીને એવી કસ્ટડીમાં રાખવો જોઇશે.