મિલકત ટાંચમાં લેવા અથવા સરકાર દાખલ કરવાના હુકમના સબંધમાં સહાય - કલમ : 115

મિલકત ટાંચમાં લેવા અથવા સરકાર દાખલ કરવાના હુકમના સબંધમાં સહાય

(૧) ભારતમાંના કોઇ ન્યાયાલયને એવું માનવાના વ્યાજબી કારણ હોય કે કોઇ વ્યકિતએ મેળવેલી મિલકત આવી વ્યકિતએ ગુનો કરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવેલી અથવા પ્રાપ્ત કરી છે તો તે કલમ-૧૧૬ થી ૧૨૨ (બંને સહિત) ની જોગવાઇઓ હેઠળ પોતે યોગ્ય ગણે તેવી મિલકત ટાંચમાં લેવાનો અથવા સરકાર દાખલ કરવાનો હુકમ કરી શકશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ ન્યાયાલયે કોઇપણ મિલકત ટાંચમાં લેવાનો અથવા સરકાર દાખલ કરવાનો હુકમ કયો હોય અને આવી મિલકત કરાર કરનાર રાજયમાં હોવાનો શક હોય ત્યારે ન્યાયાલય કરાર કરનાર રાજયના કોઇ ન્યાયાલય અથવા સતામંડળને આવા હુકમના અમલ માટે વિનંતીપત્ર લખી શકશે.

(૩) કેન્દ્ર સરકારને કરાર કરનાર રાજયના કોઇ ન્યાયાલય અથવા સતામંડળ તરફથી તે કરાર કરનાર રાજયમાં ગુનો કરીને કોઇપણ વ્યકિતએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવેલી અથવા પ્રાપ્ત કરેલી ભારતમાંની મિલકત ટાંચમાં લેવાનો અથવા સરકાર દાખલ કરવાનો વિનંતીપત્ર મળ્યો હોય ત્યારે કેન્દ્ર સરકાર કલમો-૧૧૬ થી ૧૨૨ (બંને સહિત) અથવા યથાપ્રસંગ તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદાની જોગવાઇઓ અનુસાર અમલ માટે પોતાને યોગ્ય લાગે તેવા ન્યાયાલયને વિનંતીપત્ર રવાના કરી શકશે.