
ગેરકાયદે સંપાદિત મિલકત ઓળખાવવા બાબત.
(૧) ન્યાયાલય કલમ-૧૧૫ ની પેટા કલમ (૧) હેઠળ અથવા પેટા કલમ (૩) હેઠળ વિનંતીપત્ર મળ્યે આવી મિલકત શોધવા અને ઓળખાવવા માટે જરૂરી તમામ પગલા લેવા માટે પોલીસ સબ ઇન્સ્પેકટરના દરજજાથી ઉતરતા દરજજાના ન હોય તેવા કોઇપણ પોલીસ અધિકારીને આદેશ આપી શકશે.
(૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ પગલામાં કોઇપણ વ્યકિત સ્થળ મિલકત અસ્કયામત દસ્તાવેજ કોઇપણ બેંક અથવા જાહેર નાણાકીય સંસ્થાઓના હિસાબી ચોપડા અથવા બીજી કોઇપણ સબંધિત બાબતોના સબંધમાં કોઇપણ તપાસ અન્વેષણ અથવા મોજણીનો સમાવેશ થાય છે.
(૩) પેટા કલમ (૨)માં ઉલ્લેખેલ કોઇપણ તપાસ અન્વેષણ અથવા મોજણી સદરહુ ન્યાયાલયે આ અથૅ કાઢેલ આવા આદેશો અનુસાર પેટા કલમ (૧) માં જણાવેલા કોઇ અધિકારીએ કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw