મિલકત કબ્જે લેવા અથવા ટાંચમાં લેવા બાબત - કલમ : 117

મિલકત કબ્જે લેવા અથવા ટાંચમાં લેવા બાબત

(૧) કલમ-૧૧૬ હેઠળ તપાસ અથવા અન્વેષણ કરનાર કોઇપણ અધિકારીને એવું માનવાને કારણ હોય કે જેના સબંધમાં આવી તપાાસ અથવા અન્વેષણ કરવામાં આવી રહ્યા છે તેવી કોઇપણ મિલકત છુપાવવાનો તબદિલ કરવાનો અથવા આવી મિલકત નિકાલ થવામાં પરિણામે તેવી કોઇપણ રીતે તજવીજ કરવાનો સંભવ છે તો તે આવી મિલકત કબ્જે કરવા માટે હુકમ કરી શકશે અને જયાં આવી મિલકત કબ્જે લેવાનું વ્યવહાયૅ ન હોય ત્યારે તે આવી મિલકત ટાંચમાં લેવાનો આદેશ કરતો હુકમ કરી શકશે કે આવી મિલકત આવો હુકમ કરનાર અધિકારીની પુવૅ પરવાનગી સિવાય તબદિલ કરી શકાશે નહીં અથવા તેની તજવીજ કરી શકાશે નહી અને આવા હુકમની એક નકલ સબંધિત વ્યકિત ઉપર બજાવવી જોઇશે

(૨) પેટા કલમ (૧) હેઠળ કરેલ કોઇપણ હુકમ અમલમાં રહેશે નહી સિવાય કે તે કરવામાં આવે તેના ત્રીસ દિવસની અંદર સદરહુ ન્યાયાલયના હુકમથી બહાર રાખવામાં આવ્યો હોય.