
આ પ્રકરણ હેઠળ કબ્જે લેવાયેલ અથવા સરકાર દાખલ કરાયેલ મિલકતોની વ્યવસ્થા કરવા બાબત
(૧) ન્યાયાલય મિલકતના વહીવટદારના કાર્યો બજાવવા માટે જે વિસ્તારમાં મિલકત આવેલી હોય તે વિસ્તારના જિલ્લા મેજિસ્ટ્રેટને અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ નીમે તેવા બીજા કોઇપણ અધીકારીને આવી મિલકતના વહીવટદારના કાર્યો બજાવવા માટે નીમી શકશે.
(૨) પેટા કલમ (૧) હેઠળ નીમાયેલ વહીવટદારે કેન્દ્ર સરકાર નિદિષ્ટ કરે તેવી રીતે અને તેવી શરતોને અધીન રહીને કલમ-૧૧૭ ની પેટા કલમ (૧) હેઠળ અથવા કલમ-૧૨૦ હેઠળ જેના સબંધમાં હુકમ કરવામાં આવ્યો હોય તે મિલકત મેળવવી જોઇશે અને તેની વ્યવસ્થા કરવી જોઇશે.
(૩) વહીવટદારે જે મિલકત કેન્દ્ર સરકારમાં સરકાર દાખલ થઇ હોય તે મિલકતના નિકાલ માટે કેન્દ્ર સરકાર આદેશ કરે તેવા પગલાં પણ લેવા જોઇશે.
Copyright©2023 - HelpLaw