મિલકત સરકાર દાખલ કરવાની નોટીશ - કલમ : 119

મિલકત સરકાર દાખલ કરવાની નોટીશ

(૧) કલમ ૧૧૬ હેઠળની તપાસ અન્વેષણ અથવા મોજણીને પરીણામે ન્યાયાલયને એવું માનવાને કારણ હોય કે આવી તમામ અથવા કોઇપણ મિલકત કોઇપણ ગુનાની ઉપજ છે તો તે આવી વ્યકિત (જેનો આમા હવે પછી અસર પામેલ વ્યકિત તરીકે ઉલ્લેખ કયો છે તેના) ઉપર નોટીશમાં નિદિષ્ટ કેરલી ત્રીસ દિવસની મુદતની અંદર તેની આવક કમાણી અથવા પાસાં જેમાંથી અથવા જે સાધનો વડે તેણે આવી મિલકત સંપાદિત કરી હોય જે પુરાવા પર તે આધાર રાખતો હોય અને બીજી સબંધિત માહિતી અને વિગતોનો નિદૅશ કરવા અને શા માટે તમામ અથવા યથાપ્રસંગ કોઇપણ મિલકત ગુનાની ઉપજ હોવાનું જાહેર ન કરવું અને કેન્દ્ર સરકારમાં સરકાર દાખલ ન કરવી તેનું કારણ દશૅાવવા માટે નોટીશ બજાવી શકશે.

(૨) કોઇપણ વ્યકિતને પેટા કલમ (૧) હેઠળ બજાવેલી નોટીશમાં આવી વ્યકિત વતી બીજી કોઇપણ વ્યકિત ધરાવી રહી હોય તેવી મિલકત નિદિષ્ટ કરી હોય ત્યારે નોટીશની એક નકલ આવી બીજી વ્યકિત ઉપર પણ બજાવવી જોઇશે.