
અમુક કિસ્સાઓમાં મિલકત સરકાર દાખલ કરવા બાબત
(૧) ન્યાયાલય કલમ-૧૧૯ હેઠળ કાઢેલ કારણદર્શક નોટીશનો કોઇ ખુલ્લાસો કર્યો હોય તો તેની અને તેની સમક્ષ જે માહિતી ઉપલબ્ધ હોય તેવી વિચારણા કયૅગ પછી અને અસર પામેલ વ્યકિતને (અને અસર પામેલ વ્યકિત નોટીશમાં નિર્દિષ્ટ કરેલી મિલકત બીજી કોઇપણ વ્યકિત વતી ધરાવતી હોય તે કિસ્સામાં આવી બીજી વ્યકિતને પણ) સુનાવણીની વાજબી તક આપ્યા પછી હુકમથી વાંધાવાળી તમામ અથવા કોઇપણ મિલકત ગુનાની ઉપજ છે કે કેમ તેનું તારણ નોંધી શકશે. પરંતુ અસર પામેલ વ્યકિત (અને અસર પામેલ વ્યકિત નોટીશમાં નિદિષ્ટ કરેલી મિલકત બીજી કોઇપણ વ્યકિત વતી ધરાવતી હોય તે કિસ્સામાં આવી બજી વ્યકિત પણ) કારણદશૅક નોટીશમાં નિર્દિષ્ટ કરેલી ત્રીસ દિવસની મુદતની અંદર ન્યાયાલય સમક્ષ હાજર ન થાય અથવા તેની સમક્ષ તેનો કેસ રજૂ ન કરે તો ન્યાયાલય પોતાની સમક્ષ જે પુરાવા ઉપલબ્ધ હોય તેના આધારે આ પેટા કલમ હેઠળ એકપક્ષી તારણો નોંધવાની કાયૅવાહી કરી શકશે.
(૨) ન્યાયાલયને એવી ખાતરી થાય કે કારણદર્શક નોટીશમાં ઉલ્લેખેલી અમુક મિલકતો ગુનાની ઉપજ છે પણ આવી મિલકતો સ્પષ્ટ રીતે ઓળખવી શકય નથી ત્યારે તેની ઉતમ નિણૅયશકિત મુજબ કઇ મિલકતો ગુનાની ઉપજ છે તે નિદિષ્ટ કરવાનું અને પેટા કલમ (૧) હેઠળ તે અનુસાર તારણો નોંધવાનું કાયદેસર ગણાશે.
(૩) ન્યાયાલય આ કલમ હેઠળ એવી મતલબનું તારણ નોંધે કે કોઇપણ મિલકત ગુનાની ઉપજ છે ત્યારે આવી મિલકત તમામ બોજામાંથી મુકત રીતે કેન્દ્ર સરકારમાં સરકાર દાખલ થયેલી ગણાશે.
(૪) કંપનીના કોઇ શેર આ કલમ હેઠળ કેન્દ્ર સરકાર દાખલ થયેલ ગણાય તો તે કંપની કંપની અધિનિયમ ૨૦૧૩ (૨૦૧૩નો ૧૮મો) અથવા કંપનીના અટૅકલ્સ ઓફ એસોસિયેશનમાં ગમે તે મજકૂર હોય તે છતા આવા શેરો તબદિલ કરી લેનાર તરીકે કેન્દ્ર સરકારની તરત જ નોંધ કરશે.
Copyright©2023 - HelpLaw