
સરકાર દાખલ કરવાને બદલે દંડ
(૧) ન્યાયાલય એવી જાહેરાત કરે કે કોઇ મિલકત કલમ-૧૨૦ હેઠળ સરકાર દાખલ થયેલી ગણાશે અને આવી મિલકતના ભાગનુ; જ ઉદગમસ્થાન ન્યાયાલયને ખાતરી થાય તે રીતે સાબિત ન થાય તેવો કિસ્સો છે ત્યારે તેણે અસર પામેલ વ્યકિતને સરકાર દાખલ કરવાને બદલે આવા ભાગની બજાર કિંમત જેટલો દંડ ભરવાનો વિકલ્પ આપતો હુકમ કરવો જોઇશે.
(૨) પેટા કલમ (૧) હેઠળ દંડ નાખતો હુકમ કરતાં પહેલા અસર પામેલ વ્યકિતને સુનાવણીની વાજબી તક આપવી જોઇશે.
(૩) અસર પામેલ વ્યકિત પેટા કલમ (૧) હેઠળ લેણો થતો દંડ તે અથૅ છુટ આપવામાં આવે તેટલા સમયની અંદર ચુકવે તો ન્યાયાલય હુકમથી કલમ-૧૨૦ હેઠળ સરકાર દાખલ કરવાની જાહેરાત રદ કરી શકશે અને તેમ થયે આવી મિલકત છુટી થયેલી ગણાશે.
Copyright©2023 - HelpLaw