અમુક તબદિલી રદબાતલ ગણાશે - કલમ : 122

અમુક તબદિલી રદબાતલ ગણાશે

કલમ-૧૧૭ ની પેટા કલમ (૧) હેઠળ હુકમ કયૅા પછી અથવા કલમ-૧૧૯ હેઠળ નોટીશ કાઢયા પછી સદરહુ હુકમ અથવા નોટીશમાં ઉલ્લેખેલ કોઇપણ મિલકત ગમે તે રીતે તબદિલ કરી હોય તો આવી તબદિલી આ પ્રકરણ હેઠળની કાયૅવાહીના હેતુ માટે ધ્યાનમાં લેવી જોઈશે નહી અને આવી મિલકત પછીથી કલમ-૧૨૦ હેઠળ કેન્દ્ર સરકારમાં દાખલ કરી હોય ત્યારે આવી મિલકતની તબદિલી રદબાતલ થયેલ છે એમ ગણાશે.