ગુના સાબિત થયે સુલેહ જાળવવા માટેની જામીનગીરી - કલમ : 125

ગુના સાબિત થયે સુલેહ જાળવવા માટેની જામીનગીરી

(૧) સેશન્સ ન્યાયાલય કે પહેલા વગૅના મેજિસ્ટ્રેટનું ન્યાયાલય પેટા કલમ (૨) માં નિદિષ્ટ કરેલ કોઇ ગુના માટે અથવા એવા ગુનાનું દુસ્પ્રેરણ કરવા માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે સુલેહ જાળવવા માટે તે વ્યકિત પાસેથી જામીનગીરી લેવી જરૂરી છે ત્યારે ન્યાયાલય તે વ્યકિતને સજા કરતી વખતે પોતાને યોગ્ય લાગે તેવી વધુમાં વધુ ત્રણ વષૅ સુધીની મુદત દરમ્યાન સુલેહ જાળવવા માટે મુચરકો અથવા જામીન મુચરકો કરી આપવા માટે તેને હુકમ કરી શકશે.

(૨) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ ગુના નીચે પ્રમાણે છે

(એ) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૯૩ની પેટા કલમ (૧) અથવા

કલમ-૧૯૬ અથવા કલમ-૧૯૭ હેઠળ શિક્ષાને પાત્ર ગુના સિવાયનો તેના પ્રકરણ-૧૧ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનો

(બી) હુમલો કરવાનો કે ગુનાહિત બળ વાપરવાનો કે બગાડ કરવાનો ગુનો અથવા તેમાંના કોઇનો જેમાં સમાવેશ થતો હોય તે ગુનો

(સી) ગુનાહિત ધમકીનો કોઇપણ ગુનો

(ડી) સુલેહનો ભંગ થયેલ હોય તેવો અથવા થાય તેવા ઇરાદાથી કરેલો અથવા થવાનો સંભવ હોવાનું જાણીને કરેલો બીજો કોઇપણ ગુનો

(૩) અપીલમાં કે બીજી રીતે ગુના સાબિતીનો હુકમ રદ કરવામાં આવે તો એ રીતે આપેલો મુચરકો અથવા જામીનખત ફોક થશે.

(૪) કોઇ અપીલ ન્યાયાલય અથવા ફેરતપાસનો અધિકાર વાપરતું ન્યાયાલય પણ આ કલમ હેઠળનો હુકમ કરી શકશે.