
અમુક બાબતોના પ્રચાર કરતી વ્યકિતઓ પાસેથી સારા વતૅન માટેની જામીનગીરી
(૧) એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને એવી માહિતી મળે કે પોતાની સ્થાનિક હકૂમતની અંદર કોઇ વ્યકિત તેવી હકૂમતની અંદર કે બહાર નીચે પ્રમાણે કરે છે. અને જો મેજીસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે કાયૅવાહી કરવા માટે પૂરતુ કારણ છે તો તે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે વધુમાં વધુ એક વષૅ સુધીની મુદત દરમ્યાન તેના સારા વતૅન માટે મુચરકો કે જામીનખત આપવાનો તેને શા માટે હુકમ ન કરવો તેનું કારણ દર્શાવવા તે વ્યકિતને આમાં હવે પછી ઠરાવ્યા પ્રમાણે ફરમાવી શકશે-
(૧) બોલીને કે લખીને બીજી કોઈ રીતે નીચેની કોઇ બાબત ઇરાદા પુવૅક ફેલાવે છે કે ફેલાવવાની કોશિશ કરે છે અથવા કોઇો પ્રકારે દુષ્પ્રરણ કરે છે.
(એ) જેનુ પ્રકાશન ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૫૨ કે કલમ-૧૯૬ કે કલમ-૧૯૭ કે કલમ-૨૯૯ હેઠળ શિક્ષાને પાત્ર હોય તે બાબત અથવા
(બી) પોતાની સરકારી ફરજ બજાવતા કે બજાવતા હોવાનું અભિપ્રેત હોય તેવા કોઇ જજને લગતી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળ ગુનાહિત ધમકી કે બદનક્ષી થાય તે બાબત.
(૨) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૯૪ માં ઉલ્લેખાયેલ હોય એવી અશ્લીલ વસ્તુ બનાવે છે ઉત્પાદિત કરે છે પ્રકાશિત કરે છે અથવા વેચાણ માટે રાખે છે તેની આયાત નિકાસ હેરફેર કરે છે કે તેનું વેચાણ કરે છે તે ભાડે આપે છે તેનું વિતરણ કરે છે તે જાહેરમાં પ્રદશિત કરે છે અથવા બીજી રીતે પ્રસારિત કરે છે.
(૨) પ્રસે એન્ડ રજિસ્ટ્રેટશન ઓફ બુક એકટ ૧૮૬૭ હેઠળ નોંધાયેલા અને તેમાં દર્શાવેલ નિયમો અનુસાર લખાયેલા છપાયેલા અને પ્રકાશિત થતા કોઇ પ્રકાશનના તંત્રી માલિક મુદ્રક કે પ્રકાશક સામે એવા પ્રકાશનમાં કોઇ બાબત હોય તે અંગે રાજય સરકારના કે તે માટે રાજય સરકારે જેને સતા આપી હોય તે અધિકારીના હુકમ સિવાય અથવા તેણે આપેલ અધિકાર અનુસાર હોય તે સિવાય આ કલમ હેઠળ કોઇ કાયૅવાહી કરી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw