શંકાસ્પદ વ્યકિતઓ પાસેથી સારા વતૅન માટેની જામીનગીરી - કલમ : 128

શંકાસ્પદ વ્યકિતઓ પાસેથી સારા વતૅન માટેની જામીનગીરી

શંકાસ્પદ વ્યકિતઓ પાસેથી સારા વતૅન માટેની જામીનગીરી પહેલા વગૅના એકિઝકયુટિવ મેજીસ્ટ્રેટને એવી માહિતી મળે કે પોતાની સ્થાનિક હકૂમતની અંદર કોઇ વ્યકિત પોતાની હાજરી છુપાવવા માટે સાવચેતી રાખે છે અને તે કોઇ પોલીસ અધિકાર હેઠળનો ગુનો કરવાની દૃષ્ટિએ તેમ કરે છે એમ માનવાને કારણ છે ત્યારે તે મેજિસ્ટ્રેટ યોગ્ય લાગે તે વધુમાં વધુ એક વષૅની મુદત દરમ્યાન તેના સારા વતૅન માટે મુચરકો અથવા જામીનખત આપવાનો હુકમ તેને શા માટે ન કરવો તેનું કારણ દર્શાવવાનું તેને આમા હવે પછી ઠરાવ્યા પ્રમાણે ફરમાવી શકશે.