
રીઢા ગુનેગારો પાસેથી સારા વતૅન માટેની જામીનગીરી
પહેલા વગૅના એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને માહિતી મળે કે પોતાની સ્થાનિક હકૂમતની અંદર નીચેના પ્રકારની વ્યકિત છે તો તે મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તે વધુમાં વધુ ત્રણ વષૅની મુદત દરમ્યાન સારા વતૅન માટે જામીનખત કરી આપવાનો તે વ્યકિતને હુકમ શા માટે ન કરવો તેનું કારણ દર્શાવવા તે આમા હવે પછી ઠરાવ્યા પ્રમાણે ફરકાવી શકશે.
(એ) રીઢો લુંટારૂ ઘરફોડુ ચોર કે ખોટા દસ્તાવેજ બનાવનાર અથવા
(બી) ચોરાયેલ હોવાનું જાણવા છતા ચોરીનો માલ લીધા કરનાર અથવા
(સી) ચોરને રક્ષણ કે આશરો આપ્યા કરનાર અથવા ચોરીના માલને છુપાવવામાં કે તેને નિકાલ કરવામાં મદદ કયૅગ કરનાર અથવા
(ડી) અપહરણનો અપનયનનો બળજબરીથી કઢાવવનો ઠગાઇનો કે બગાડનો અથવા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ના પ્રકરણ-૧૦ હેઠળ અથવા સંહિતની કલમ-૧૭૮ કલમ-૧૭૯ કલમ-૧૮૦ અથવા કલમ-૧૮૧ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો કે તેની કોશિશ કે તેનું દુષ્મેરણ કયૅા કરનાર અથવા
(ઇ) સુલેહનો ભંગ થાય એવા ગુના કે તેની કોશિશ કે તેનું દુષ્પ્રરણ કયૅગ કરનાર અથવા
(એફ) નીચેના અધિનિયમો પૈકી એક કે વધુ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો કયૅવા કરનાર
(૧) નીચેના અધિનિયમો પૈકીના એક કે વધુ અધિનિયમ હેઠળનો કોઇ ગુનો
(એ) ઔષધ અને સૌદર્ય પ્રસાધન અધિનિયમ ૧૯૪૦ (૧૯૪૦નો ૨૩મો)
(બી) વિદેશીઓ સબંધી અધિનિયમ ૧૯૪૬ (૧૯૪૬નો ૩૧મો)
(સી) કામદાર પ્રોવિડન્ટ ફંડ અને પ્રકીણૅ જોગવાઇઓ બાબત અધિનિયમ ૧૯૫૨ (૧૯૫૨નો ૧૯મો)
(ડી) આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ ૧૯૫૫ (૧૯૫૫નો ૧૦મો)
(ઇ) નાગરિક હકક રક્ષણ અધિનિયમ ૧૯૫૫ (૧૯૫૫નો ૨૨મો)
(એફ) જકાત અધિનિયમ ૧૯૬૨ (૧૯૬૨નો ૫૨મો)
(જી) ખાઘ સુરક્ષા અને ગુણવતા અધિનિયમ ૨૦૦૬ (૨૦૦૬નો ૩૪મો) અથવા
(૨) સંઘરાખોરી અથવા નફાખોરી અથવા ખોરાક કે ઔષધની ભેળસેળ અથવા લાંચ રૂશ્ર્વત અટકાવવા માટે જોગવાઇ કરતા બીજા કોઇ કાયદા હેઠળ શિક્ષાને પાત્ર કોઇ ગુનો અથવા
(જી) જેને જામીનગીરી વીન છૂટો રાખવાનું લોકો માટે જોખમકારક થાય એટલો ઝનૂની અને ભયંકર માણસ
Copyright©2023 - HelpLaw