
એ રીતે હાજર ન હોય તે વ્યકિતને સમન્સ કે વોરંટ
તે વ્યકિત ન્યાયાલયમાં હાજર ન હોય તો મેજીસ્ટ્રેટ તેને હાજર થવા ફરમાવતો સમન્સ કાઢશે અથવા તે વ્યકિત કસ્ટડીમાં હોય તો તે જેની કસ્ટડીમાં હોય તે અધિકારીને તેને ન્યાયાલય સમક્ષ લાવવા ફરમાવતું વોરંટ કાઢશે.
પરંતુ તે મેજિસ્ટ્રેટને (જેના સારાંશની તેણે લેખિત નોંધ કરવી જોઇશે) એવા પોલીસ અધિકારીના રિપોટૅ ઉપરથી કે બીજી માહિતી ઉપરથી જણાય કે સુલેહનો ભંગ થવાનો ભય હોવાનું કારણ છે અને તે વ્યકિતને તરત પકડયા વિના સેલેહનો ભંગ થતો અટકાવી શકાય તેમ નથી ત્યારે તે તેને પકડવા માટે કોઇપણ સમયે વોરંટ કાઢી શકશે.
Copyright©2023 - HelpLaw