જે વ્યકિત વિરૂધ્ધ માહિતી મળી હોય તેને છોડી મુકવા બાબત.
જેના વિશે તપાસ કરવામાં આવી હોય તે વ્યકિતએ યથાપ્રસંગ સુલેહ જાળવવા કે સારા વતૅન માટે મુચરકો આપવાની જરૂર છે એવુ કલમ-૧૩૫ હેઠળની તપાસ ઉપરથી સાબિત ન થાય તો મેજિસ્ટ્રેટ રેકડૅ ઉપર તેવી મતલબની નોંધ કરશે અને તે વ્યકિત માત્ર તે તપાસના હેતુઓ માટે કસ્ટડીમાં હોય તો તેને મુકત કરશે અથવા તે વ્યકિત કસ્ટડીમાં ન હોય તો તેને છોડી મુકશે.
Copyright©2023 - HelpLaw