
જે મુદત માટે જામીનગીરી લેવાની હોય તેનો આરંભ
(૧) જેના વિશે કલમ-૧૨૫ કે કલમ-૧૩૬ હેઠળ જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને તે હુકમ થતી વખતે કેદની સજા થયેલ હોય અથવા તે કેદની સજા ભોગવી રહેલ હોય તો જે મુદત માટે જામીનગીરી લેવાની હોય તેનો આરંભ તે સજા પૂરી થયા પછી થશે.
(૨) ઉપર પ્રમાણે ન હોય ત્યારે એવી મુદતનો આરંભ મેજીસ્ટ્રેટ પૂરતા કારણસર ત્યાર પછીની તારીખ નકકી કરે તે સિવાય હુકમની તારીખથી થશે.
Copyright©2023 - HelpLaw