
જામીનને અસ્વીકાર કરવાની સતા
(૧) મુચરકાના હેતુઓ માટે કોઇ વ્યકિત જામીન તરીકે લાયક નથી તે કારણે કોઇ મેજિસ્ટ્રેટ રજૂ કરેલા જામીન સ્વીકારવાની ના પાડી શકશે અથવા પોતે કે પોતાના પુરોગામીએ આ પ્રકરણ હેઠળ અગાઉ સ્વીકારેલ જામીનને નામંજૂર કરી શકશે. પરંતુ એ રીતે એવા કોઇ જામીનને સ્વીકારવાની ના પાડતા પહેલા અથવા તેને નામંજુર કરતાં પહેલા તે મેજિસ્ટ્રેટે પોતે જામીનની યોગ્યતા વિશે સોગંદ ઉપર તપાસ કરવી જોઇશે અથવા પોતાની સતા નીચેના મેજિસ્ટ્રેટ મારફત તેવી તપાસ કરવી તે વિશે રિપોટૅ મેળવવો જોઇશે.
(૨) તે મેજિસ્ટ્રેટે તપાસ કરતાં પહેલા જામીનને અને જામીન રજૂ કરનારને વાજબી નોટીશ આપવી જોઇશે અને તેણે તપાસ દરમ્યાન પોતાની સમક્ષ રજૂ કરવામાં આવે તે પુરાવાના સારાંશની લેખિત નોંધ કરવી જોઇએ.
(૩) પોતાની સમક્ષ અથવા પેટા કલમ (૧) હેઠળ જેને તે કામ સોંપ્યુ હોય તે મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા અને તે મેજિસ્ટ્રેટનો રીપોટૅ આવેલ હોય તે વિચારણામાં લીધા પછી મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે તે જામીનખતના હેતુઓ માટે લાયકાત ધરાવતો નથી તો તે તેમ કરવાના કારણોની લેખિત નોંધ કરીને તે જામીનને સ્વીકારવાની ના પાડવાનો અથવા તેને નામંજુર કરવાનો હુકમ કરશે. પરંતુ અગાઉ સ્વીકારાયેલ કોઇ જામીનને નામંજુર કરવાનો હુકમ કરતા પહેલા તે મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે તેનો સમન્સ કે વોરંટ કાઢીને જેના માટે તે જામીન જવાબદાર થયેલ હોય તે વ્યકિત પોતાની સમક્ષ હાજર થાય અથવા તેને લાવવામાં આવે તેમ ફરમાવશે.
Copyright©2023 - HelpLaw