જામીનગીરી આપવામાં કસૂર થયે કેદ - કલમ : 141

જામીનગીરી આપવામાં કસૂર થયે કેદ

(૧) (એ) જેને કલમ-૧૨૫ કે કલમ -૧૩૬ હેઠળ જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત જે મુદત માટે જામીનગીરી આપવાની હોય તેના આરંભની તારીખે કે તે પહેલા જામીનગીરી ન આપે તો તેને આમા હવે તરત પછી જણાવેલલા સંજોગો હોય તે સિવાય જેલમાં મોકલવામાં આવશે અથવા તે વ્યકિત જેલમાં હોય તો તેને એવી મુદત પૂરી ન થાય ત્યાં સુધી અથવા જે ન્યાયાલય કે મેજિસ્ટ્રેટે જામીનગીરી લેવાનો હુકમ કર્યોૌ હોય તેને તે મુદત દરમ્યાન તે જામીનગીરી ન આપે ત્યાં સુધી જેલમાં ચાલુ રાખવામાં આવશે.

(બી) કોઇ વ્યકિતએ કલમ-૧૩૬ હેઠળ મેજિસ્ટ્રેટના હુકમ અનુસાર સુલેહ જાળવવા માટે મુચરકો અથવા જામીનખત આપ્યા પછી તે મેજિસ્ટ્રેટને કે હોદ્દાની રૂએના તેના અનુગામીને ખાતરી થાય એ રીતે તેણે મુચરકા અથવા જામીનખતનો ભંગ કયૅ | હોવાનું સાબિત થાય તો તે મેજિસ્ટ્રેટ કે હોદ્દાની રૂએના તેના અનુગામી સાબિતીના કારણો નોધ્યા પછી તે વ્યકિતને પકડવાનો અને મુચરકા અથવા જામીનખતની મુદત પુરી ન થાય ત્યાં સુધી જેલમાં અટકમાં રાખવાનો હુકમ કરી શકશે અને સદરહુ વ્યકિત કાયદા અનુસાર જે શિક્ષા કે જપ્તીને પાત્ર હોય તે કોઇ શિક્ષા કે જપ્તીને એ હુકમથી બાધ આવશે નહી.

(૨) તે વ્યકિતને મેજિસ્ટ્રેટે એક વષૅથી વધુ મુદત માટે જામીનગીરી આપવાનો હુકમ કર્યો હોય ત્યારે તે ઉપર જણાવ્યા મુજબ જામીનગીરી ન આપે તો સેશન્સ જજનો હુકમ થતા સુધી તે મેજિસ્ટ્રેટ તેને જેલમાં રાખવાનું વોરંટ કાઢશે અને તે કાયૅવાહી જેમ બને તેમ વહેલી તકે તે ન્યાયાલયના સમક્ષ રજૂ કરવામાં આવશે.

(૩) તે ન્યાયાલય તે કાયૅવાહી તપાસીને અને પોતાને જરૂરી લાગે તેવી વિશેષ માહિતી કે પુરાવો મેજિસ્ટ્રેટ પાસેથી મેળવીને અને સબંધિત વ્યકિતને સુનાવણીની વાજબી તક આપ્યા પછી તે બાબતમાં પોતાને યોગય લાગે તે હુકમ કરી શકશે. પરંતુ જામીનગીરી ન આપવા માટે જે મુદત (કોઇપણ હોય તો તે) સુધી કોઈ વ્યકિતને કેદામાં રાખવામાં આવેલ હોય તે મુદત ત્રણ વષૅથી વધવી જોઇશે નહી.

(૪) એક જ કાયૅવાહી દરમ્યાન બે કે તેથી વધુ વ્યકિતઓને જામીનગીરી આપવા ફરમાવ્યું હોય અને તે પૈકી કોઇ એક વ્યકિત અંગેની કાયૅવાહી પેટા કલમ (૨) હેઠળ સેશન્સ જજને વિચારણા માટે મોકલવામાં આવી હોય તો તે વિચારણામાં તે વ્યકિતઓ પૈકી જે અન્ય વ્યકિતને જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેની બાબતનો પણ સમાવેશ થશે અને તે સંજોગોમાં પેટા કલમ (૨) અને (૩) ની જોગવાઇઓ તે અન્ય વ્યકિતની બાબતને પણ લાગુ પડશે. પરંતુ તેને જે મુદત (કોઇપણ હોય તો તે) સુધી કેદમાં રાખવામાં આવે તે મુદત જેના માટે તેને જામીનગીરી આપવનો હુકમ કરવામાં આવ્યો હોય તે મુદતથી વધવી જોઇશે નહી.

(૫) પેટા કલમ (૨) કે પેટા કલમ (૪) હેઠળ પોતાની સમક્ષ રજૂ કરવામાં આવેલી કાયૅવાહીને સેશન્સ જજ પોતાની વિવેકબુધ્ધિ અનુસાર કોઇ વધારાના સેશન્સ જજને સોંપી શકશે અને એવી સોંપણી થાય ત્યારે તે વધારાના સેશન્સ જજ તે કાયૅવાહી અંગે આ કલમ હેઠળની સેશન્સ જજની સતા વાપરી શકશે.

(૬) જેલના ઇન્ચાજૅ અધિકારી સમક્ષ જામીનગીરી રજૂ કરવામાં આવે તો તેઓ હુકમ કરનાર ન્યાયાલય કે મેજિસ્ટ્રેટને તે બાબત તરત જણાવશે અને તે ન્યાયાલય કે મેજિસ્ટ્રેટના હુકમની રાહ જોશે (૭) સુલેહ જાળવવા માટે જામીનગીરી ન આપવા માટેની કેદ સાદી રહેશે.

(૮) કલમ-૧૨૭ હેઠળ કાયૅવાહી કરવામાં આવી હોય તો સારા વતૅન માટે જામીનગીરી ન આપવા માટે સાદી કેદ થશે અને કલમ-૧૨૮ કે કલમ-૧૨૯ હેઠળ કાયૅવાહી કરવામાં આવી હોય તો ન્યાયાલય કે મેજીસ્ટ્રેટ દરેક કેસમાં ફરમાવે તે મુજબ સખત કે સાદી કેદ થશે.