જામીનગીરી ન આપવા માટે કેદમાં રખાયેલ વ્યકિતઓને છોડી મુકવાની સતા - કલમ : 142

જામીનગીરી ન આપવા માટે કેદમાં રખાયેલ વ્યકિતઓને છોડી મુકવાની સતા

(૧) કલમ-૧૩૬ હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટનો અથવા બીજી કોઇપણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે આ પ્રકરણ હેઠળ જામીનગીરી ન આપવા કેદમાં રખાયેલ કોઇ વ્યકિતને સમાજ કે અન્ય કોઇ વ્યકિતને ખતરામાં મૂકયા વિના છોડી મૂકી શકાય તેમ છે તો તેઓ તેને છોડી મુકવાનો હુકમ કરી શકશે.

(૨) આ પ્રકરણ હેઠળ જામીન ન આપવા માટે કોઇ વ્યકિતને કેદમાં રાખેલ હોય ત્યારે ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય અથવા બીજી ન્યાયાલયે હુકમ કર્યો હોય ત્યારે કલમ-૧૩૬ હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા બીજી કોઇપણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે જામીનગીરીની રકમમાં કે જામીનની સંખ્યામાં અથવા જે મુદત માટે જામીનગીરી આપવા ફરમાવ્યું હોય તેમા ઘટાડો કરવાનો હુકમ કરી શકશે.

(૩) પેટા કલમ (૧) હેઠળના હુકમથી તે વ્યકિતને બિનશરતે અથવા તે સ્વીકારે તે શરતે છોડી મુકવાનો આદેશ આપી શકશે. પરંતુ જે મુદત માટે તે વ્યકિતને જામીનગીરી આપવાનો હુકમ કરવામાં આવ્યો હોય તે પૂરી થયે મૂકવામાં આવેલ શરત અસરકતૅા રહેશે નહી.

(૪) છોડી મૂકવાનો શરતી હુકમ કરવા માટેની શરતો રાજય સરકાર નિયમોથી ઠરાવી શકશે.

(૫) કલમ-૧૩૬ હેઠળ એકિઝકયુટિવવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં કોઇ વ્યકિતને છોડી મૂકતો હુકમ કરતાં જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા બીજી કોઇપણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કે તેના અનુગારીના અભિપ્રાય મુજબ જે શરતે તેને છોડી મૂકવામાં આવેલ હોય તેનું પાલન થયું ન હોય તો તેઓ તે હુકમ રદ કરી શકશે.

(૬) છોડી મૂકવાનો શરતી હુકમ પેટા કલમ (૫) હેઠળ રદ કરવામાં આવે ત્યારે તે વ્યકિતને કોઇ પોલીસ અધિકારી વિના વોરંટે પકડી શકશે અને તેમ થાય ત્યારે કલમ-૧૩૬ હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા બીજી કોઇપણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ તેને રજૂ કરવામાં આવશે.

(૭) તે વખતે તે વ્યકિત તેને પ્રથમ જે મુદત માટે કેદમાં મોકલવામાં આવેલ હોય અથવા કેદમાં ચાલુ રાખવામાં આવેલ હોય તેના બાકી રહેલા ભાગ (એટલે કે છોડી મૂકવાના હુકમની શરતોના ભંગની તારીખ અને તે હુકમ ન થયો હોત તો જે તારીખે તે મુકત થવા હકદાર થાય તે તારીખ વચ્ચેની મુદત જેટલા ભાગ) માટે મૂળ હુકમની શરતો અનુસાર જામીનગીરી ન આપે તો કલમ-૧૩૬ હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા બીજી કોઇપણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ તે બાકી રહેલા ભાગની કેદ ભોગવવા તેને ફરીથી જેલમાં મોકલી શકશે.

(૮) જે ન્યાયાલય કે મેજિસ્ટ્રેટે એવો હુકમ કર્યો હોય તેને અથવા તેના અનુગામીને ઉપર જણાવ્યા મુજબના બાકી રહેલા ભાગ માટે મૂળ હુકમોની શરતો અનુસાર જામીનગીરી આપવામાં આવે તો કોઇપણ સમયે કલમ-૧૪૧ ની જોગવાઇઓને અધીન રહીને પેટા કલમ (૭) હેઠળ જેલમાં મોકલાયેલ વ્યકિતને મૂકત કરવામાં આવશે.

(૯) આ પ્રકરણ હેઠળ આપેલો સુલેહ જાળવવા અથવા સારા વતૅન માટેનો મુચરકો કોઇપણ સમયે તેમ કરવાના પુરતા કારણોની લેખિત નોંધ કરીને ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય પોતાના હુકમથી રદ કરી શકશે અને પોતાના હુકમ અનુસાર અથવા પોતાના જિલ્લાના બીજા કોઇ ન્યાયાલયના હુકમ અનુસાર આપવામાં આવેલ મુચરકો એવી રીતે કલમ-૧૩૬ હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની બાબતમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા બીજી કોઇપણ બાબતમાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ રદ કરી શકશે.

(૧૦) જે અન્ય વ્યકિતને આ પ્રકરણ હેઠળ મુચરકો કરી આપવાનો હુકમ થયેલો હોય તેના સુલેહભયૅગ વતૅન કે તેના સારા વતૅન માટેનો કોઇપણ જામીન તે હુકમ કરનાર ન્યાયાલયને કોઇપણ સમયે મુચરકો રદ કરવા માટે અરજી કરી શકશે અને તે અરજી કરવામાં આવે ત્યારે પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે સમન્સ કે વોરંટ કાઢીને જેને માટે તે જામીને જવાબદારી લીધી હોય તે વ્યકિત પોતાની સમક્ષ હાજર થાય કે લાવવામાં આવે તેમ ફરમાવશે.