મુચરકાની બાકી રહેલી મુદત માટેની જામીનગીરી - કલમ : 143

મુચરકાની બાકી રહેલી મુદત માટેની જામીનગીરી

(૧) કલમ-૧૪૦ ની પેટા કલમ (૩) નો પરંતુક અથવા કલમ-૧૪૨ ની પેટા કલમ (૧૦) હેઠળ જેની હાજરી માટે સમન્સ કે વોરંટ કાઢવામાં આવ્યું હોય તે વ્યકિત મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય સમક્ષ હાજર થાય અથવા તેને લાવવામાં આવે ત્યારે તે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય તેણે કરી આપેલ મુચરકો અથવા જામીનખત રદ કરશે અને તે વ્યકિતને તે મુચરકાની મુદતના બાકી રહેલા ભાગ માટે મૂળ જામીનગીરીના જ પ્રકારની નવી જામીનગીરી આપવાનો હુકમ કરશે.

(૨) આવો દરેક હુકમ કલમો-૧૩૯ થી ૧૪૨ (બંને સહિત) ના હેતુઓ માટે યથાપ્રસંગ કલમ-૧૨૫ કે કલમ-૧૩૬ હેઠળ કરેલો હુકમ ગણાશે.