
પત્નીઓ સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ
(૧) પૂરતા સાધનો હોવા છતા કોઇ વ્યકિત પોતાના નીચે જણાવેલ કોઇ કુટુંબીનું ભરણ પોષણ કરવામાં બેદરકાર રહે અથવા તેનું ભરણ પોષણ કરવાની ના પાડે તો પ્રથમ વગૅના મેજિસ્ટ્રેટ બેદરકારી કે ના પાડયાનું પુરવાર થયે તેની પત્નીના કે સંતાનના પિતાના કે માતાના ભરણ પોષણ માટે મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે એવા માસિક દરે દર મહિને ભરણ પોષણની રકમ આપવાનો અને મેજિસ્ટ્રેટ વખતો વખત આદેશ આપે તે વ્યકિતને તે ચુકવી દેવાનો તે વ્યકિતને હુકમ કરી શકશે.
(એ) ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર પત્ની અથવા
(બી) ખુદનુ ભરણ પોષણ ન કરી શકનાર પરિણિત કે અપરિણિત પોતાનું ઔરસ કે અનૌરસ બાળક અથવા
(સી) કોઇ શારીરિક કે માનસિક ખોડ કે ઇજાના કારણે ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર (પરિણિત પુત્રી સિવાયનું) પુખ્ત વયનું ઔરસ કે અનૌરસ સંતાન અથવા
(ડી) ખુદનું ભરણ પોષણ ન કરી શકનાર પિતા કે માતા
પરંતુ મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે ખંડ (બી)માં જણાવેલ પરિણિત હોય તેવી સ્ત્રી બાળકનો પતિ પુરતાં સાધનો ધરાવતો નથી તો તે પુખ્ત વયનું ન થાય ત્યાં સુધી સ્ત્રી બાળકના પિતાએ તે ભરણપોષણની રકમ આપવી એવો હુકમ મેજિસ્ટ્રેટ તેના પિતાને કરી શકશે.
વધુમાં મેજિસ્ટ્રેટ આ પેટા કલમ હેઠળ ભરણપોષણ માટેના માસિક ભથ્થા બાબતની બાકી કાયૅવાહીઓ દરમ્યાન આવી વ્યકિતને તેની પત્ની અથવા આવા બાળક પિતા અથવા માતાના વચગાળાના ભરણપોષણ માટે માસિક ભથ્થા માટે હુકમ કરી શકશે અને મેજિસ્ટ્રેટ યોગ્ય ગણે તેટલા આવી કાયૅવાહી માટેના ખર્ચાર્નો હુકમ કરી શકશે.વળી એવી જોગવાઇ કરવામાં આવી છે કે બીજા પરંતુક હેઠળ વચગાળાના ભરણપોષણના માસિક ભથ્થા અને કાયૅવાહીઓના ખચૅ માટેની અરજીનો શકય હોય ત્યાં સુધી આવી વ્યકિતને અરજીની નોટીશની બજવણીની તારીખથી ૬૦ દિવસની અંદર નિકાલ કરવો જોઇશે.
સ્પષ્ટીકરણ.- આ પ્રકરણના હેતુઓ માટે પત્ની માં જેને તેના પતિએ છુટાછેડા આપ્યા હોય અથવા જેણે તેની પાસેથી છુટાછેડા મેળવ્યા હોય અને ફરીથી લગ્ન કર્યું ન હોય તે સ્ત્રીનો સમાવેશ થાય છે.
(૨) ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને કાયૅવાહીના ખચૅ માટેના આવા કોઇપણ ભથ્થા હુકમની તારીખથી અથવા જો એવો હુકમ કરવામાં આવેલ હોય તો ભરણપોષણ અથવા વચગાળાનો ભરણપોષણ અને કાયૅવાહીના ખર્ચ માટેની અરજી યથાપ્રસંગ જે હોય તે અરજીની તારીખથી ચૂકવવાપાત્ર થશે.
(૩) એ રીતે જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત પૂરતા કારણ વીના તે હુકમનું પાલન કરે તો હુકમના દરેક ભંગ માટે દંડની વસૂલાત માટે ઠરાવેલી રીતે ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને કાર્યવાહીનું ખર્ચ યથાપ્રસંગ જે હોય તે ભથ્થા વસૂલ કરવા માટે એવા કોઇ મેજિસ્ટ્રેટ વોરંટ કાઢી શકશે અને વોરંટની બજવણી થઇ ગયા પછી દરેક મહિનાના ભરણપોષણની ન ચૂકવાયેલ સમગ્ર રકમ કે તેના કોઇ ભાગ માટે એક મહિના સુધીની અથવા તે પહેલા ભરણપોષણની રકમ ચુકવી આપવામાં આવે તો તે રકમ ન ચુકવાયેલ હોય ત્યાં સુધીની કેદની તે વ્યકિતને સજા કરી શકશે.
પરંતુ જે તારીખે કોઇ રકમ લેણી થઇ હોય તે તારીખથી એક વષૅની મુદતની અંદર તે વસૂલ કરવા માટે ન્યાયાલયને અરજીક કરવામાં ન આવે તો આ કલમ હેઠળ લેણી થતી રકમની વસૂલાત માટે વોરંટ કાઢી શકાશે નહી.
વધુમાં મેજિસ્ટ્રેટ આ પેટા કલમ હેઠળ ભરણપોષણ માટેના માસિક ભથ્થા બાબતની બાકી કાયૅવાહીઓ દરમ્યાન આવી વ્યકિતને તેની પત્ની અથવા આવા બાળક પિતા અથવા માતાના વચગાળાના ભરણપોષણ માટે માસિક ભથ્થા માટે હુકમ કરી શકશે અને મેજિસ્ટ્રેટ યોગ્ય ગણે તેટલા આવી કાયૅવાહી માટેના ખર્ચવાનો હુકમ કરી શકશે. વળી એવી જોગવાઇ કરવામાં આવી છે કે બીજા પરંતુક હેઠળ વચગાળાના ભરણપોષણના માસિક ભથ્થા અને કાયૅવાહીઓના ખર્ચ માટેની અરજીનો શકય હોય ત્યાં સુધી આવી વ્યકિતને અરજીની નોટીશની બજવણીની તારીખથી ૬૦ દિવસની અંદર નિકાલ કરવો જોઇશે.
સ્પષ્ટીકરણ.- આ પ્રકરણના હેતુઓ માટે પત્ની માં જેને તેના પતિએ છુટાછેડા આપ્યા હોય અથવા જેણે તેની પાસેથી છુટાછેડા મેળવ્યા હોય અને ફરીથી લગ્ન કર્યું ન હોય તે સ્ત્રીનો સમાવેશ થાય છે.
(૨) ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને કાયૅવાહીના ખચૅ માટેના આવા કોઇપણ ભથ્થા હુકમની તારીખથી અથવા જો એવો હુકમ કરવામાં આવેલ હોય તો ભરણપોષણ અથવા વચગાળાનો ભરણપોષણ અને કાયૅવાહીના ખર્ચ માટેની અરજી યથાપ્રસંગ જે હોય તે અરજીની તારીખથી ચૂકવવાપાત્ર થશે.
(૩) એ રીતે જેને હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત પૂરતા કારણ વીના તે હુકમનું પાલન કરે તો હુકમના દરેક ભંગ માટે દંડની વસૂલાત માટે ઠરાવેલી રીતે ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને કાયૅવાહીનું ખર્ચ યથાપ્રસંગ જે હોય તે ભથ્થા વસૂલ કરવા માટે એવા કોઇ મેજિસ્ટ્રેટ વોરંટ કાઢી શકશે અને વોરંટની બજવણી થઇ ગયા પછી દરેક મહિનાના ભરણપોષણની ન ચૂકવાયેલ સમગ્ર રકમ કે તેના કોઇ ભાગ માટે એક મહિના સુધીની અથવા તે પહેલા ભરણપોષણની રકમ ચુકવી આપવામાં આવે તો તે રકમ ન ચુકવાયેલ હોય ત્યાં સુધીની કેદની તે વ્યકિતને સજા કરી શકશે.
પરંતુ જે તારીખે કોઇ રકમ લેણી થઈ હોય તે તારીખથી એક વષૅની મુદતની અંદર તે વસૂલ કરવા માટે ન્યાયાલયને અરજીક કરવામાં ન આવે તો આ કલમ હેઠળ લેણી થતી રકમની વસૂલાત માટે વોરંટ કાઢી શકાશે નહી. વધુમાં એ વ્યકિત પોતાની પત્ની પોતાની સાથે રહે એ શરતે તેનું ભરણપોષણ કરવા તૈયારી બતાવે અને પત્ની તેની સાથે રહેવાની ના પાડે તો તેમ કરવાની ના પાડવાને તેણે જણાવેલ કારણો મેજિસ્ટ્રેટ વિચારણામાં લઇ શકશે અને જો તેને ખાતરી થાય કે આ કલમ હેઠળ હુકમ કરવા માટે ન્યાયી કારણ છે તો પતિની એવી તૈયારી હોવા છતા તે એવો હુકમ કરી શકશે.
સ્પષ્ટીકરણ.- કોઇ પતિએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યું હોય અથવા પોતે રખાત રાખતો હોય તો તે હકીકત તેની સાથે રહેવાની ના પાડવાનું તેની પત્ની માટે ન્યાયી કારણ ગણાશે.
(૪) કોઇ પત્ની વ્યભિચારિણી હોય અથવા પૂરતા કારણ વીના પતિની સાથે રહેવાની ના પાડતી હોય અથવા પરસ્પર સંમતિથી તેઓ જુદા રહેતા હોય તો આ કલમ હેઠળ તે તેના પતિ પાસેથી ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ અને કાયૅવાહીના ખર્ચ માટે ભથ્થું મેળવવા હકદાર રહેશે નહી.
(૫) જેના લાભમાં આ કલમ હેઠળ હુકમ કરવામાં આવ્યો હોય તે પત્ની વ્યભિચારીણી છે અથવા પુરતા કારણ વિના તેના પતિ સાથે રહેવાની તે ના પાડે છે અથવા પરસ્પરની સંમતિથી તેઓ જુદા રહે છે એમ સાબિત થયે જયુડિશિયલ મેજિસ્ટ્રેટે તે હુકમ રદ કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw