કાયૅરીતિ - કલમ : 145

કાયૅરીતિ

(૧) કોઇપણ વ્યકિત સામે કલમ-૧૪૪ હેઠળની કાયૅવાહી નીચેનું સ્થળ જયાં આવેલ હોય તે જિલ્લામાં થઈ શકશે

(એ) તે જયાં હાજર હોય તે સ્થળ અથવા

(બી) તેનું કે તેની પત્નીનું રહેવાનું સ્થળ અથવા

(સી) યથાપ્રસંગ તેની પત્ની સાથે કે અનૌરસ સંતાનની માતા સાથે છેલ્લે તે રહેલ હોય તે સ્થળ અથવા

(ડી) જયાં તેના પિતા અથવા માતા રહેતા હોય

(૨) તે કાયૅવાહી અંગેનો તમામ પુરાવો જેની સામે ભરણપોષણ ચુકવવાનો હુકમ કરવા ધારેલ હોય તે વ્યકિતની હાજરીમાં અથવા તેને જાતે હાજર રહેવા માંથી મુકિત આપી હોય ત્યારે તેના વકીલની હાજરીમાં લેવો જોઇશે અને સમન્સ કેસો અંગે ઠરાવેલી રીતે લખીને નોંધવો જોઇશે. પરંતુ મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે જેની સામે ભરણપોષણ ચુકવવાનો હુકમ કરવા ધારેલ છે તે વ્યકિત જાણીબુઝીને બજવણી ટાળે છે અથવા ન્યાયાલયમાં હાજર થવામાં જાણીબુઝીને બેદરકાર રહે છે તો મેજિસ્ટ્રેટ તે કેસની એકતરફી સુનાવણી કરીને તેનો નિણૅય કરી શકશે અને એ રીતે કેરલો હુકમ સામા પક્ષકારને ખચૅની ચુકવણી સહિતની મેજિસ્ટ્રેટ યોગ્ય અને ન્યાયી ગણે તે શરતોએ તેની તારીખથી ત્રણ મહિનાની અંદર અરજી કરીને યોગ્ય કારણ દર્શાવવામાં આવે તો રદ કરી શકાશે.

(૩) કલમ-૧૪૪ હેઠળની અરજીઓ અંગે કાયૅવાહી કરતી વખતે ખચૅ અપાવવા સબંધી ન્યાયી હોય તેવો હુકમ કરવાની ન્યાયાલયને સતા રહેશે.