
ભરણ પોષણની રકમમાં ફેરફાર
(૧) કલમ-૧૪૪ હેઠળ માસિક ભરણપોષણ અથવા વચગાળાનું ભરણપોષણ મેળવતી કોઇ વ્યકીતના અથવા તે જ કલમ હેઠળ તેની પત્ની બાળકો પિતા અથવા માતા યથાપ્રસંગ જે હોય તે કે જેને માસિક ભરણપોષણ અથવા વચગાળાનું ભરણપોષણ ચૂકવવા હુકમ કરવામાં આવેલ હોય તે વ્યકિતના સંજોગોમાં ફેરફારની સાબિતી થયેથી મેજિસ્ટ્રેટ ભરણપોષણ અથવા વચગાળાના ભરણપોષણ યથાપ્રસંગ જે હોય તેમાં તેને યોગ્ય લાગે તેવો ફેરફાર કરી શકશે.
(૨) મેજિસ્ટ્રેટને એમ જણાય કે કાયદેસર સતા ધરાવતા કોઇ દિવાની ન્યાયાલયના નિણૅયને પરીણામે કલમ-૧૪૪ મુજબ કરેલો હુકમ રદ કરવો જોઇએ અથવા તેમાં ફેરફાર કરવો જોઇએ ત્યારે તેણે યથાપ્રસંગ તે હુકમ રદ કરવો જોઇશે અથવા તેમા તે અનુસાર ફેરફાર કરવો જોઇશે.
(૩) પતિએ જેને છૂટાછેડા આપેલ હોય કે જેણે પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય તે સ્ત્રીની તરફેણમાં કલમ-૧૪૪ હેઠળ કોઇ હુકમ કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે
(એ) એવા છૂટાછેડાની તારીખ પછી તે સ્ત્રીએ પુનલૅગ્ન કર્યુ છે તો તેણે તેના પુનલૅગ્નની તારીખથી એવો હુકમ રદ કરવો જોઇશે.
(બી) તે સ્ત્રીને તેના પતિએ છુટાછેડા આપ્યા છે અને સદરહુ હુકમની તારીખ પહેલા કે પછી તેણે પક્ષકારોને લાગુ પડતા કોઇ રૂઢિ કે વ્યકિતગત કાયદા હેઠળ એવા છુટાછેડા વખતે આપવાની થતી સમગ્ર રકમ મેળવી છે તો તેણે એવો હુકમ નીચેની તારીખથી રદ કરવો જોઇશે.
(૧) તે રકમ તે હુકમ થતાં પહેલા આપવામાં આવી હોય ત્યારે તે કેસમાં તે હુકમ કયૅવાની તારીખથી
(૨) તેમ બીજા કોઇ કેસમાં પતિએ તે સ્ત્રીને ભરણપોષણની રકમ ખરેખર જે મુદત સુધી આપી હોય તે મુદત પૂરી થયાની તારીખથી
(સી) તે સ્ત્રીએ તેના પતિ પાસેથી છૂટાછેડા મેળવ્યા છે અને તેણે ભરણપોષણને અથવા વચગાળાના ભરણપોષણનો યથાપ્રસંગ જે હોય તેના હકક સ્વેચ્છીક જતો કર્યો હતો તો તેમ કર્યાની તારીખથી તે હુકમ રદ કરવો જોઇશે. (૪) કલમ-૧૪૪ હેઠળ જેને માસિક ભરણપોષણની રકમ અને વચગાળાનની ભરણપોષણની રકમ અથવા તે પૈકી કોઇ રકમનો હુકમ કરવામાં આવેલો હોય તે વ્યકિત ભરણપોષણ કે દાયજાની વસૂલાત કરે તે માટે હુકમનામું કરતી વખતે સદરહુ હુકમ અનુસાર માસિક ભરણપોષણ અને વચગાળાના ભરણપોષણ યથાપ્રસંગ જે હોય તે અથવા તે પૈકી કોઇ રકમ તરીકે તે વ્યકિતને જે રકમ આપવામાં આવી હોય અથવા તે વ્યકિતએ વસૂલ કરેલ હોય તે રકમ દિવાની ન્યાયાલયે ધ્યાનમાં લેવી જોઇશે.
Copyright©2023 - HelpLaw