
મુલકી દળનો ઉપયોગ કરીને મંડળી વિખેરવા બાબત
(૧) કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ અથવા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અથવા એવા ઇન્ચાજૅ અધિકારી ગેરહાજર હોય તો સબ ઇન્સ્પેકટરથી ઉતરતા દરજજાના ન હોય તે પોલીસ અધિકારી કોઇપણ ગેરકાયદેસર મંડળીને અથવા જાહેર શાંતિમાં જે ખલેલ પહોંચાડે એવો સંભવ હોય તે પાંચ કે તેથી વધુ વ્યકિતઓની મંડળીને વિખરાઇ જવાનો આદેશ આપી શકશે અને તેમ થયે તદનુસાર એ મંડળીઓના સભ્યોએ વિખરાઇ જવું પડશે.
(૨) એ રીતે આદેશ અપાયા છતા એવી કોઇ મંડળી વિખરાય નહી અથવા એવો આદેશ અપાયો ન હોય પરંતુ તે એવી રીતે વતૅાવ કરે કે જેથી તેનો ન વિખરાવાનો નિશ્ર્વય જણાઇ આવે તો પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ કોઇ એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ અધિકારી તે મંડળીને બળથી વિખેરી નાંખવા પગલા લેશે અને તે મંડળીને વિખેરી નાખવા અને જરૂરી જણાય તો તેમાં સામેલ હોય તે વ્યકિતઓને પકડી અને અટકાયતમાં રાખવા માટે સશસ્ત્ર દળોનો અધિકારી કે સભ્ય ન હોય અને તે હેસિયતથી કામ ન કરી રહેલ હોય તે કોઇપણ વ્યકિતની સહાય માંગી શકશે.
Copyright©2023 - HelpLaw