મંડળીને વિખેરી નાખવાની સશસ્ત્ર દળના કેટલાક અધિકારીઓની સતા - કલમ : 150

મંડળીને વિખેરી નાખવાની સશસ્ત્ર દળના કેટલાક અધિકારીઓની સતા

એવી કોઇ મંડળી જાહેર સલામતિને દેખીતી રીતે જોખમમાં મુકતી હોય ત્યારે અને કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટની સંપકૅ સાધી શકાય તેમ ન હોય ત્યારે સશસ્ત્ર દળમાં કમિશન ધરાવતા કોઇ અધિકારી અથવા સશસ્ત્ર દળના રાજપત્રિત અધિકારી પોતાના નીચેના સશસ્ત્ર દળની મદદથી તે મંડળીને વિખેરી શકશે અને એવી મંડળીને વિખેરી નાખવા માટે અથવા તેમાં સામેલ હોય તે પૈકી કોઇ વ્યકિતઓને કાયદા અનુસાર શિક્ષા કરવામાં આવે તે માટે તેમને પકડી અટકાયતમાં રાખી શકશે પરંતુ તેઓ આ કલમ હેઠળ પગલા લેવા હોય ત્યારે તેના માટે કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટનો સંપકૅ સાધવો શકય બને તો તેણે તેમ કરવું જોઇશે અને ત્યાર પછી તેમણે તે કાયૅ ચાલુ રાખવું કે નહી તે વિશે તે મેજિસ્ટ્રેટની સુચનાઓનું પાલન કરવું જોઇશે.