કલમ-૧૪૮, ૧૪૯ અને ૧૫૦ હેઠળ કરેલા કૃત્યો માટે ફોજદારી કાયૅવાહી સામે રક્ષણ
(૧) કલમ-૧૪૮, કલમ-૧૪૯ કે કલમ-૧૫૦ હેઠળ કયૅવાનું અભિપ્રેત હોય તેવા કોઇ કૃત્ય માટે કોઇ વ્યકિત વિરૂધ્ધ નીચે જણાવ્યા પ્રમાણેની મંજુરી લીધા સિવાય કોઇ ફોજદારી ન્યાયાલયમાં ફરિયાદ માંડી શકશે નહી.
(એ) તે વ્યકિત સશસ્ત્ર દળોનો અધિકારી કે સભ્ય હોય ત્યારે કેન્દ્ર સરકારની મંજુરી
(બી) તે સિવાયના કિસ્સામાં રાજય સરકારને મંજુરી
(૨) નીચે પ્રમાણે કરનારે તે કારણે જ ગુનો કયૅા ગણાશે નહી.
(એ) સદરહુ કલમો પૈકી કોઇપણ કલમો હેઠળ શુધ્ધબુધ્ધિથી કાયૅ કરતા કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીએ
(બી) કલમ-૧૪૮ કે કલમ-૧૪૯ હેઠળની માંગણી મુજબ શુધ્ધબુધ્ધિથી કોઇ કૃત્ય કરનાર કોઇ વ્યકિતએ
(સી) કલમ-૧૫૦ હેઠળ શુધ્ધબુધ્ધિથી કાયૅ કરતા કોઇ સશસ્ત્ર દળના અધિકારીએ
(ડી) પોતે જેનુ પાલન કરવા બંધાયેલો હોય તે હુકમનુ પાલન કરવા માટે કોઇ કૃત્ય કરતાં સશસ્ત્ર દળના કોઇ સભ્યે
(૩) આ કલમમાં અને આ પ્રકરણની ઉપરની કલમોમાં
(એ) સશસ્ત્ર દળ એટલે સશસ્ત્રદળ તરીકે કામ કરતી આમી નૌકાદળ અને હવાઇદળ અને તેમાં એ રીતે કામ કરતા સંઘના બીજા કોઇપણ સશસ્ત્ર દળનો સમાવેશ થાય છે.
(બી) સશસ્ત્ર દળના સબંધમાં અધિકારી એટલે સશસ્ત્ર દળના કોઇ અધિકારી તરીકે કમિશન ધરાવનાર રાજપત્રિત કે પગારદાર વ્યકિત એને તેમા કમિશન ધરાવનાર જુનિયર અધિકારીનો વોરંટ અધિકારીનો પેટા ઓફિસરનો કમિશન નહીં ધરાવનાર અધિકારીનો અને બીન રાજપત્રિત અધિકારીનો સમાવેશ થાય છે.
(સી) સશસ્ત્ર દળની બાબતમાં સભ્ય એટલે અધિકારી ન હોય તેવી સશસ્ત્ર દળમાંની વ્યકિત
Copyright©2023 - HelpLaw