સાવૅજનિક હકક હોવાનો ઇન્કાર કરવામાં આવે ત્યારે કાયૅરીતિ
(૧) કોઇ માગૅ નદી નાળા અથવા જગ્યાનો ઉપયોગ કરતાં લોકોને થતી અડચણ ત્રાસ કે જોખમ નિવારવા માટે કલમ-૧૫૨ હેઠળ હુકમ કરવામાં આવે ત્યારે જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત પોતાની સમક્ષ હાજર થયે મેજિસ્ટ્રેટે તેને પુછવું જોઇએ કે સદરહુ માગૅ નદી નાળા અથવા જગ્યા અંગે કોઇ સાવૅજનિક હકક હોવાનો તે ઇન્કાર કરે છે કે કેમ અને તે ઇન્કાર કરે તો મેજિસ્ટ્રેટે કલમ-૧૫૭ હેઠળ કાયૅવાહી કરતાં પહેલા તે બાબતમાં તપાસ કરવી જોઇશે.
(૨) એ તપાસમાં મેજિસ્ટ્રેટને એમ જણાય કે તે ઇન્કારના સમથૅનમાં વિશ્વાસપાત્ર પુરાવો છે તો કાયદેસર સતા ધરાવતું ન્યાયાલય એવો હકક હોવા બાબતમાં નિણૅય ન કરે ત્યાં સુધી તેણે કાયૅવાહી થંભાવવી જોઇશે અને તેને એમ જણાય કે એવો પુરાવો નથી તો કલમ-૧૫૭ માં જણાવ્યા પ્રમાણે તેણે કાયૅવાહી કરવી જોઇશે.
(૩) પેટા કલમ (૧) હેઠળ મેજિસ્ટ્રેટ તરફથી કોઇ વ્યકિતને પૂછવામાં આવે ત્યારે તેણે મેજિસ્ટ્રેટના પ્રશ્નમાં ઉલ્લેખેલો સાવૅજનિક હકક હોવાનો ઇન્કાર ન કયૅા હોય અથવા જેણે એ રીતે ઇન્કાર કયૅ । પછી તેના સમથૅનમાં વિશ્વાસપાત્ર પુરાવો ન આપ્યો હોય તે વ્યકિતને ત્યાર પછીની કાયૅવાહીમાં એવો ઇન્કાર કરવાની છૂટ આપી શકોશે નહી
Copyright©2023 - HelpLaw