જે વ્યકિત સામે કલમ-૧૫૨ હેઠળ હુકમ કરવામાં આવેલ હોય તે કારણ દશૅાવવા માટે હાજર થાય ત્યારે કાયૅરીતિ - કલમ : 157

જે વ્યકિત સામે કલમ-૧૫૨ હેઠળ હુકમ કરવામાં આવેલ હોય તે કારણ દશૅાવવા માટે હાજર થાય ત્યારે કાયૅરીતિ

(૧) કલમ-૧૫૨ હેઠળ જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિત હાજર થઇને તે હુકમ વિરૂધ્ધ કારણ દશૅાવે તો મેજિસ્ટ્રેટે સમન્સ કેસમાં લેવાય છે તે મુજબ તે બાબતમાં પુરાવો લેવો જોઇશે.

(૨) મેજિસ્ટ્રેટને એવી ખાતરી થાય કે મૂળ હુકમ અથવા પોતે જરૂરી ગણે તેવા ફેરફારો સાથેનો હુકમ વાજબી અને યોગ્ય છે તો યથાપ્રસંગ ફેરફારો વિના અથવા એ ફેરફારો સહિત તે હુકમ કાયમ કરવામાં આવશે.

(૩) મેજિસ્ટ્રેટને એવી ખાતરી ન થાય તો તે બાબતમાં આગળ કાયૅવાહી કરવામાં આવશે નહી.

પરંતુ આ કલમ હેઠળની કાયૅવાહીઓ ૯૦ દિવસની અંદર બનતી ત્વરાએ પૂણૅ થવી જોઇશે કે જે લેખિતમાં એવા કારણોની નોંધ કરીને ૧૨૦ દિવસ સુધી લંબાવી શકાશે.