લેખિત સુચના આપવા વગેરેની મેજિસ્ટ્રેટની સતા - કલમ : 159

લેખિત સુચના આપવા વગેરેની મેજિસ્ટ્રેટની સતા

(૧) કલમ-૧૫૮ હેઠળ મેજિસ્ટ્રેટ કોઇ વ્યકિતએ સ્થાનિક તપાસ કરવી એવું ફરમાવે ત્યારે મેજિસ્ટ્રેટ

(એ) તેના માગૅદશૅન માટે જરૂરી જણાય તે લેખિત સુચનાઓ તે વ્યકિતને આપી શકશે.

(બી) સ્થાનિક તપાસ માટે જરૂરી હોય તે તમામ ખચૅ કે તેનો કોઇ ભાગ કોણે ભરવો તે ફરમાવી શકશે.

(૨) તે વ્યકિતનો રિપોટૅ કાયૅવાહીમાં પુરાવા તરીકે ધ્યાનમાં લઇ શકાશે.

(૩) કલમ-૧૫૮ હેઠળ મેજિસ્ટ્રેટ કોઇ નિષ્ણાંતને બોલાવી તેની જુબાની લે ત્યારે મેજિસ્ટ્રેટ તે રીતે બોલાવવામાં અને જુબાની લેવામાં થયેલ ખચૅ કોણે ભરવો તે ફરમાવી શકશે.