હુકમ કાય થતાં કાયૅરીતિ અને તેની અવજ્ઞાનું પરિણામ - કલમ : 160

હુકમ કાય થતાં કાયૅરીતિ અને તેની અવજ્ઞાનું પરિણામ

(૧) કલમ-૧૫૫ કે કલમ-૧૫૭ હેઠળ હુકમ કાયમ કરવામાં આવ્યો હોય ત્યારે જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને મેજિસ્ટ્રેટે તે હુકમની નોટીશ આપીને તે હુકમથી આદેશ આપ્યો હોય તે કાયૅ નોટીશમાં નિયત કરેલા સમયમાં કરી લેવા વુધમાં ફરમાવવું જોઇશે અને હુકમની અવજ્ઞા થશે તો તે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ -૨૨૩ માં ઠરાવેલી શિક્ષાને પાત્ર થશે એવી તેને જાણ કરવી જોઇશે.

(૨) નિયત સમયમાં એવું કાયૅ કરવામાં ન આવે તો મેજિસ્ટ્રેટ તે કરાવી લઇને તેમ કરવાનું ખચૅ પોતાના હુકમથી દૂર કરવામાં આવેલી ઇમારત માલ કે બીજી મિલકતનું વેચાણ કરીને અથવા મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમતની અંદરની કે બહારની તે વ્યકિતની કોઇ જંગમ મિલકત જપ્તીમાં લઇને તેનું વેચાણ કરીને વસૂલ કરી શકશે અને એવી બીજી મિલકત એવી હકૂમતની બહાર હોય તો જપ્તીમાં લેવાની મિલકત જે મેજિસ્ટ્રેટની સ્થાનિક હકૂમતમાં આવેલી હોય તે મેજિસ્ટ્રેટ તે અંગેના હુકમ નીચે શેરો કરે ત્યારે તેવા હુકમથી તેના જપ્તી અને વેચાણ અધિકૃત ગણાશે.

(૩) આ કલમ હેઠળ શુધ્ધબુધ્ધિથી કરેલા કોઇ કાયૅ અંગે દાવો થઇ શકશે નહી.