
તપાસ દરમ્યાન મનાઇ હુકમ
(૧) કલમ-૧૫૨ હેઠળ હુકમ કરનાર મેજિસ્ટ્રેટને એમ લાગે કે લોકો ઉપર તોળાઇ રહેલા ગંભીર પ્રકારના જોખમ કે નુકશાનને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઇએ તો જેની વિરૂધ્ધ એવો હુકમ કયો હોય તે વ્યકિતને તે બાબતનો નિણૅય થતાં સુધી એવું જોખમ કે નુકશાન થતું ટાળવા અથવા અટકાવવા માટે તે મનાઇ હુકમ આપી શકશે.
(૨) તે વ્યકિત એવા મનાઇ હુકમનું તરત પાલન ન કરે તો મેજિસ્ટ્રેટ એવું જોખમ કે નુકશાન થતું ટાળવા અથવા ટકાવવા પોતાને યોગ્ય લાગે તે ઉપાય પોતે કરી શકશે અથવા કરાવી શકશે.
(૩) આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ શુધ્ધબુધ્ધિથી કરેલા કોઇ કાયૅ અંગે દાવો થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw