
ત્રાસદાયક બાબત કે ભયના અંદેશાના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સતા
(૧) જિલ્લા મેજિસ્ટ્રેટ પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે આ અર્થે ખાસ રીતે અધિકાર આપેલા બીજા કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટના અભિપ્રાય મુજબ આ કલમ હેઠળ કાયૅવાહી કરવા માટે પૂરતું કારણ હોય અને કોઇ કૃત્ય અટકાવવાની અથવા તેનો તાત્કાલિક ઉપાય કરવાની તાત્કાલિક જરૂર હોય તે પ્રસંગે એવા મેજિસ્ટ્રેટને એમ લાગે કે કોઇ વ્યકિતને અમુક કામ ન કરવાનો અથવા તેના કબ્જાની કે તેના વહીવટ નીચેની કોઇક મિલકત સબંધમાં કોઇક વ્યવસ્થા કરવાનો આદેશ આપવાથી કાયદેસર કામ કરનાર કોઇ વ્યકિતને થતી અડચણ ત્રાસ કે નુકશાન અથવા લોકોના જાન સ્વાસ્થ્ય કે સલામતીને થતું જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાશે કે અટકે તેમ છે તો મેજિસ્ટ્રેટ કેસની મહત્વની હકીકતો જણાવતો લેખિત હુકમ કરીતે કલમ-૧૫૩ માં જણાવેલી રીતે તે હુકમ બજાવડાવીને તે વ્યકિતને એવો આદેશ આપી શકશે.
(૨) તાકીદના પ્રસંગે અથવા જેને તે હુકમ કરવાનો હોય તે વ્યકિતને સંજોગોવશાત યોગ્ય સમયમાં નોટીશ બજાવી શકાય તેમ ન હોય તે પ્રસંગે આ કલમ હેઠળ એકતરફી હુકમ થઇ શકશે.
(૩) આ કલમ હેઠળનો હુકમ કોઇ ચોકકસ વ્યકિતને અથવા કોઇ ચોકકસ સ્થળ કે વિસ્તારમાં રહેનાર વ્યકિતઓને અથવા કોઇ ચોકકસ સ્થળ કે વિસ્તારમાં વારંવાર કે કોઈ વાર આવ જા કરનાર તમામ લોકોને ઉદ્દેશીને થઇ શકશે.
(૪) આ કલમ હેઠળનો કોઇપણ હુકમ તે કયૅ |ની તારીખથી બે મહિના કરતાં વધુ સમય સુધી અમલમાં રહેશે નહી. પરંતુ મનુષ્યના જાન રસ્વાસ્થ્ય કે સલામતીને થતું જોખમ અટકાવવા માટે અથવા હુલ્લડ કે બખેડો અટકાવવા માટે રાજય સરકારને તેમ કરવું જરૂરી લાગે તો તે જાહેરનામાંથી એવો આદેશ આપી શકશે કે આવો આદેશ આપવામાં આવ્યો ન હોત તો આ કલમ હેઠળ મેજિસ્ટ્રેટે કરેલા હુકમની મુદત જે તારીખે પૂરી થાત તે તારીખથી છે મહિના કરતા વધુ ન હોય તેટલી સદરહુ જાહેરનામામાં તે નિદૅષ્ટ કરે તેટલી વધારે મુદત સુધી મેજિસ્ટ્રેટે કરેલો હુકમ અમલમાં રહેશે.
(૫) કોઇપણ મેજિસ્ટ્રેટ પોતાની મેળે અથવા નારાજ થયેલ કોઇ વ્યકિતની અરજી ઉપરથી પોતે અથવા પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટ અથવા પતાના પુરોગામી હોદેદાર આ કલમ હેઠળ કરેલ કોઇ હુકમ રદ કરી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે.
(૬) રાજય સરકાર પોતાની મેળે અથવા નારાજ થયેલ કોઇ વ્યકિતની અરજી ઉપરથી પેટા કલમ (૪) ના પરંતુક હેઠળ પોતે કરેલ કોઇ હુકમ રદ કરી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે.
(૭) પેટા કલમ (૫) કે પેટા કલમ (૬) હેઠળ અરજી મળે ત્યારે યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે અરજદારને જાતે કે વકીલ મારફત પોતાની સમક્ષ હાજર થવાની અને હુકમ વિરૂધ્ધના કારણો દશૅ વિવાની વેળાસર તક આપવી જોઇશે અને યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકાર તે અરજી પુરી કે અંશતઃ ના મંજુર કરે તો તેણે તેમ કરવાના કારણોની લેખિત નોંધ કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw