જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવા સંભવ હોય ત્યારે કાયૅરીતિ - કલમ : 164

જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવા સંભવ હોય ત્યારે કાયૅરીતિ

(૧) પોલીસ અધિકારીના રિપોટૅ ઉપરથી અથવા બીજી માહિતી ઉપરથી કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને જયારે પણ ખાતરી થાય કે પોતાની સ્થાનિક હકૂમતમાં કોઇ જમીન કે પાણી અથવા તેની હદ અંગે જેનાથી સુલેહનો ભંગ થાય એવી તકરાર સાથે ચાલે છે ત્યારે તેણે પોતાને એવી ખાતરી થવાના કારણો જણાવી લેખિત હુકમ કરીને એવી તકરાર સાથે સબંધ ધરાવતા પક્ષકારોને નિર્દિષ્ટ કરેલી તારીખે અને સમયે જાતે કે વકીલ મારફત પોતાના ન્યાયાલયમાં હાજર થવા અને તકરારી મિલકત ખરેખર કોના કબ્જામાં છે તે હકીકત અંગે પોત પોતાના હકક દાવાના લેખિત કથન રજૂ કરવા ફરમાવવું જોઇશે.

(૨) આ કલમના હેતુઓ માટે જમીન કે પાણી એ શબ્દોમાં મકાનો બજારો મત્સ્યક્ષેત્રો પાક અથવા જમીનની બીજી પેદાશ અને એવી કોઇ મિલકતના ભાડા કે નફાઓનો સમાવેશ થાય છે.

(૩) તે હુકમની એક નકલ મેજિસ્ટ્રેટ આદેશ આપે તે વ્યકિત કે વ્યકિતઓ ઉપર સમન્સ બજાવવા માટે આ સંહિતામાં ઠરાવેલી રીતે બજાવવી જોઇશે તેની એક નકલ તકરારી મિલકત હોય તે સ્થળે કે તેની નજીકમાં સહેલાઇથી દેખાય તેવી જગ્યાએ ચોડીને પ્રસિધ્ધ કરવી જોઇએ.

(૪) મેજિસ્ટ્રેટે એવા કોઇ પક્ષકારના તકરારી મિલકતના કબ્જા હકકના ગુણદોષ કે હકક દાવાઓમાં ઉતયૅ । વીના રજૂ થયેલા કથનો જોવા જોઇશે પક્ષકારોને સાંભળવા જોઈશે તેઓ રજૂ કરે તે તમામ પુરાવા લેવા જોઇશે પોતે જરૂરી પોતે જરૂરી ગણે તેવા વધુ પુરાવા હોય તો તે લેવા જોઇશેઅને શકય હોય તો પેટા કલમ (૧) હેઠળ પોતે કરેલા હુકમની તારીખે તકરારી મિલકત પક્ષકારો પૈકીના કોઇના કબ્જામાં હતી કે કેમ અને જો તેમ હોય તે કોના કબ્જામાં હતી તેનો નિર્ણય કરવો જોઇશે.

પરંતુ મેજિસ્ટ્રેટને એવું જણાય કે પોલીસ અધિકારીનો રિપોર્ટ કે બીજી માહિતી પોતાને મળી તે તારીખથી તરત પહેલાના બે મહિના દરમ્યાન અથવા તે તારીખ પછી અને પેટા કલમ (૧) હેઠળના તેના હુકમની તારીખ પહેલા કોઇ પક્ષકાર પાસેથી બળજબરીથી અને ગેરકાયદે કબ્જો છીનવી લેવામાં આવ્યો છે તો તેવી રીતે જેની પાસેથી કબ્જો છીનવી લીધેલ હોય તે પક્ષકારને પેટા કલમ (૧) હેઠળના તેના હુકમની તારીખે કબ્જેદાર પક્ષકાર તરીકે ગણી શકશે.

(૫) ઉપર્યુકત કોઇ તકરાર ચાલુ નથી અથવા ચાલુ ન હતી તેવું દર્શાવવામાં એ રીતે હાજર થવા માટે ફરમાવેલ કોઇપણ પહ્કારને અથવા તેમા હિત ધરાવનાર અન્ય કોઇ વ્યકિતને આ કલમના કોઇપણ મજકૂરથી બાધ આવશે નહીં અને તેમ દર્શાવવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટે પોતાનો સદરહુ હુકમ રદ કરવો જોઇશે અને તે સબંધી ત્યાર પછીની તમામ કાર્યવાહી સ્થગિત કરી દેવી જોઇશે પરંતુ તે પ્રમાણે રદ થવાને અધીન રહીને પેટા કલમ (૧) હેઠળનો મેજિસ્ટ્રેટનો હુકમ આખરી રહેશે.

(૬) (એ) મેજિસ્ટ્રેટ એવો નિર્ણય કરે કે સદરહ તકરારી મિલકત પક્ષકારોમાંથી કોઇ એકના કબ્જામાં હતી અથવા પેટા કલમ (૪) ના પરંતુક હેઠળ તેના કબ્જામાં હતી તેમ ગણવું જોઇશે તો તે પક્ષકાર પાસેથી કાયદાની રૂએ કબ્જો છોડાવવામાં ન આવે ત્યાં સુધી તે મિલકતનો કબ્જામાં રાખવા તે હકદાર હોવાનું જાહેર કરતો અને છોડાવવામાં ન આવે ત્યાં સુધી એના કબ્જામાં કોઇપણ પ્રકારે દખલ ન કરવા ફરમાતો હુકમ તેણે કાઢવો જોઇશે અને પેટા કલમ (૪) ના પરંતુક હેઠળ પોતે કાર્યવાહી કરે ત્યારે જેની પાસેથી બળજબરીથી અને ગેરકાયદે કબ્જો લઇ લેવામાં આવ્યો હોય તે પક્ષકારને મેજીસ્ટ્રેટ કબ્જો અપાવી શકશે.

(૭) એવી કોઇ કાયૅવાહીનો કોઇ પક્ષકાર મૃત્યુ પામે તો મેજીસ્ટ્રેટ મૃત્યુ પામેલા પહ્કારના કાયદેસરના પ્રતિનિધિને કાર્યવાહીના પશ્કાર તરીકે સામેલ કરાવી શકશે અને તેમ થયા પછી તેણે તપાસ ચાલુ રાખવી જોઇશે અને આવી કાયૅવાહીના હેતુઓ માટે મૃત્યુ પામેલા પક્ષકારનો કાયદેસરનો પ્રતિનિધી કોણ છે એવો કોઇ પ્રશ્ન ઊભો થાય તો મૃત્યુ પામેલા પક્ષકારના પ્રતિનિધિઓ હોવાનો હકકદાવો કરનાર તમામ વ્યકીતઓને તે કાયૅવાહીના પક્ષકારો બનાવવા જોઇશે.

(૮) પોતાની સમક્ષ ચાલતી આ કલમ હેઠળની કાયૅવાહીમાંની તકરારી મિલકતના પાક કે બીજી ઊપજ જલ્દી અને કુદરતી રીતે બગડી જાય તેવી છે એવો પોતાનો અભિપ્રાય થાય તો મેજિસ્ટ્રેટ તે મિલકતને યોગ્ય કસ્ટડીમાં રાખવા અથવા તેનુ વેચાણ કરવા માટે હુકમ કરી શકશે અને તપાસ પૂરી થયે તે મિલકતના અથવા તેના વેચાણથી ઊપજેલ રકમના નિકાલ માટે પોતાને યોગ્ય લાગે તેવો હુકમ તેણે કરવો જોઇશે.

(૯) પોતાને યોગ્ય લાગે તો મેજિસ્ટ્રેટ આ કલમ હેઠળની કાયૅવાહીના કોઇપણ તબકકે બેમાંથી કોઇ પકારની અરજી ઉપરથી કોઇ સાક્ષીને હાજર થવા અથવા કોઇ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા આદેશ આપતો સમન્સ કાઢી શકશે.

(૧૦) કલમ-૧૨૬ હેઠળ કામ ચલાવવાની મેજીસ્ટ્રેટની સતાને આ કલમના કોઇપણ મજકુરથી બાધ આવતો હોવાનું ગણાશે નહી.