તકરારી મિલકત જપ્તીમાં લેવા અને રિસિવર નીમવાની સતા - કલમ : 165

તકરારી મિલકત જપ્તીમાં લેવા અને રિસિવર નીમવાની સતા

(૧) મેજિસ્ટ્રેટને કલમ-૧૬૪ ની પેટા કલમ (૧) હેઠળ હુકમ કયૅા પછી કોઇપણ સમયે એમ લાગે કે પરિસ્થિતી તાકીદની છે અથવા એવા નિણૅય ઉપર આવે કે કલમ-૧૬૪ માં ઉલ્લેખ્યા પ્રમાણેનો કબ્જો કોઇ પહ્કાર પાસે તે વખતે ન હતો અથવા તકરારી મિલકતનો એવો કબ્જો તેઓ પૈકી તે વખતે કોનો હતો તે બાબત પોતાને ખાતરી થાય નહી તો તે તકરારી મિલકતના કબ્જા માટે હકૂમત ધરાવતું ન્યાયાલય હકદાર વ્યકિત સબંધમાં તેના પહ્કારોના હકક નકકી ન કરે ત્યાં સુધી તકરારી મિલકતને જપ્તીમાં લઇ શકશે. પરંતુ તકરારી મિલકત અંગે સુલેહનો ભંગ થવાનો સંભવ ન રહ્યો હોવાની મેજિસ્ટ્રેટને ખાતરી થાય તો તે કોઇપણ સમયે જપ્તી ઉઠાવી લઇ શકશે.

(૨) મેજિસ્ટ્રેટ તકરારી મિલકત જપ્તીમાં લે ત્યારે તેના સંબંધમાં કોઇ દીવાની ન્યાયાલયે રિસિવર નીમ્યો ન હોય તો તે મિલકતની સંભાળ રાખવા માટે પોતે યોગ્ય ગણે તેવી વ્યવસ્થા તે કરી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તો તેનો રિસિવર નીમી શકશે અને તે રિસિવરને મેજિસ્ટ્રેટના નિયંત્રણને અધીન રહીને દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નો પમો) હેઠળ નીમાયેલા રિસિવરની તમામ સતા રહેશે. પરંતુ કોઇપણ દીવાની ન્યાયાલય તકરારી મિલકત સબંધમાં ત્યાર પછી રિસિવર નીમે ત્યારે મેજિસ્ટ્રેટ

(એ) પોતે નીમેલા રિસિવરને દીવાની ન્યાયાલયે નીમેલા રિસિવરને તકરારી મિલકતનો કબ્જો સોંપી દેવાનો હુકમ કરશે અને ત્યાર બાદ પોતે નીમેલા રિસિવરને જવાબદારીમાંથી મુકત કરશે.

(બી) ન્યાયી હોય તેવા બીજા અનુષંગિક કે પારિણામિક હુકમો કરી શકશે.