પોલીસના કાયદેસરના નિદૅશોનું પાલન કરવા માટે બંધાયેલા વ્યકિતઓ - કલમ : 172

પોલીસના કાયદેસરના નિદૅશોનું પાલન કરવા માટે બંધાયેલા વ્યકિતઓ

(૧) આ પ્રકરણ હેઠળ પોલીસ અધિકારીની કોઇપણ ફરજ પરિપૂણૅ કરવા માટે આપવામાં આવેલા તેમના કાયદેસરના નિદૅશોનું પાલન કરવા માટે તમામ વ્યકિતઓ બંધાયેલા રહેશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ પોલીસ અધિકારી દ્રારા આપવામાં આવેલ કોઇપણ નિદૅશનું પાલન કરવાનો પ્રતિકાર કરતી ઇનકાર કરતી અવગણના અથવા અનાદર કરતી કોઇપણ વ્યકિતને પોલીસ અધિકારી અટકાયતમાં લઇ અથવા દૂર કરી શકશે અને આવી વ્યકિતને મેજિસ્ટ્રેટ સમક્ષ લઇ જઇ શકશે અથવા નાના કિસ્સાઓમાં તેને ચોવીસ કલાકના સમયગાળામાં શકય તેટલી વહેલી તકે મુકત કરી શકે છે.