પોલીસ અધિકારના કેસોમાં ખબર - કલમ : 173

પોલીસ અધિકારના કેસોમાં ખબર

(૧) પોલીસ અધિકારનો કોઈ ગુનો થવા અંગેની દરેક ખબર જયાં ગુનો કરવામાં આવેલ હોય તે વિસ્તારને ધ્યાનમાં લીધા વિના મૌખિક રીતે અથવા ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર દ્રારા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને આપી શકાશે અને આપવામાં આવે તો

(૧) મૌખિક રીતે આપવામાં આવે તો તેણે તે લખી લેવી જોઇશે અથવા પોતાની દેખરેખ નીચે લખાવી લેવી જોઇશે અને ખબર આપનારને તે વાંચી સંભળાવવી જોઇશે અને એવી દરેક લેખિત કે લખી લેવાયેલ ખબર ઉપર ખબર આપનારે સહી કરવી જોઇશે અને

(૨) ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર દ્રારા આપવામાં આવે તો આવી માહિતી આપનાર વ્યકિતની ત્રણ દિવસની અંદર સહી કરાવ્યેથી તેના દ્રારા આવી માહિતીને રેકડૅ ઉપર લેવી જોઇશે અને રાજય સરકાર નિયમો દ્રારા આ માટે ઠરાવે તેવા નમૂનામાં તે અધિકારીએ પોતે રાખવાની ચોપડીમાં તેનો સારાંશ નોંધી લેવો જોઇશે. પરંતુ જેની વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમો-૬૪, કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૬૯, કલમ-૭૦, કલમ-૭૧, કલમ-૭૪, કલમ-૭૫, કલમ-૭૬, કલમ-૭૭, કલમ-૭૮, કલમ-૭૯ અથવા કલમ-૧૨૪ હેઠળનો ગુનો આચરવામાં આવેલ હોવાનું અથવા એવા ગુનાનો પ્રયત્ન કરવામાં આવેલ હોવાનું કહેવાતું હોય તેવા ગુનાની માહિતી તેવી સ્ત્રી દ્રારા આપવામાં આવે તો તેવી માહિતી મહિલા પોલીસ અધિકારી અથવા કોઇપણ મહિલા અધિકારી દ્રારા નોંધવામાં આવશે. વધુમાં

(એ) જેની વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમો-૬૪ કલમ-૬૫, કલમ-૬૬, કલમ-૬૭, કલમ-૬૮, કલમ-૬૯, કલમ-૭૦, કલમ-૭૧, કલમ-૭૪, કલમ-૭૫, કલમ-૭૬, કલમ-૭૭, કલમ-૭૮, કલમ-૭૯ અથવા કલમ-૧૨૪ હેઠળનો ગુનો આચરવામાં આવેલ હોય અથવા તેનો પ્રયત્ન થયેલ હોય તે અમુક સમય માટે (ટેમ્પરરીલી) અથવા કાયમી માનસિક કે શારીરિક રીતે અશકત હોય ત્યારે તેવા કિસ્સામાં આવી માહિતી પોલીસ અધિકારી દ્રારા માહિતી આપવા માંગતા વ્યકિતના ઘરે અથવા આવી વ્યકિતની પસંદગીના અનુકૂળ સ્થળે અર્થઘટન કરનાર અથવા કોઇ ખાસ તાલીમ આપનાર (સ્પેશિયલ એજયુકેટર) યથાપ્રસંગ જે હોય તેની હાજરીમાં નોંધવામાં આવશે.

(બી) આવી માહિતીની નોંધણીની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

(સી) પોલીસ અધિકારીએ બનતી ત્વરાએ તેવી વ્યકિતનુ કલમ-૧૮૩ ની પેટા કલમ (૬) ના ખંડ (એ) હેઠળ મેજિસ્ટ્રેટ દ્રારા નોંધવામાં આવેલ નિવેદન પ્રાપ્ત કરવાનું રહેશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ નોંધ્યા પ્રમાણેની ખબરની એક નકલ બનતી ત્વરાએ ખબર આપનારને અથવા ભાગે બનનારને વિના મુલ્યે તરત આપવી જોઇશે.

(૩) કલમ-૧૫૭ માં સમાવિષ્ટ જોગવાઇઓ પરત્વે પૂવૅગ્રહ વિના ત્રણ વષૅ કે તેથી વધુ પરંતુ સાત વષૅથી ઓછી સજાને પાત્ર કરવામાં આવેલ કોઇપણ કોગ્નિઝેબલ ગુનો આચરાયાને લગતી માહિતી મળ્યે પોલીસ મથકનો હવાલો સંભાળતા અધિકારી ગુનાના સ્વરૂપ અને ગંભીરતાને ધ્યાનમાં લેતા નાયબ પોલીસ અધિક્ષકના હોટ્ટાથી નીચેના ન હોય તેવા અધિકારીની પૂવૅ પરવાનગી સાથે

(૧) આ બાબતે આગળ વધવા માટે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે કે કેમ તેની ખાતરી કરવા માટે ચૌદ દિવસના સમયગાળાની અંદર પ્રાથમિક તપાસ કરવામાં આગળ વધી શકશે અથવા

(૨) જયારે પ્રાથમિક દ્રષ્ટિએ કેસ બનતો હોય ત્યારે તપાસમાં આગળ વધી શકશે.

(૪) પેટા કલમ (૧) માં ઉલ્લેખેલી ખબર નોંધવા માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ ના પાડયાની નારાજ થયેલ કોઇપણ વ્યકિત તે માહિતીનો સારાંશ સંબંધિત પોલીસ સુપ્રિન્ટેન્ડેનટને લખીને ટપાલ મારફત મોકલી શકશે અને જો તે પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને ખાતરી થાય કે તેવી ખબરથી પોલીસ અધિકારનો ગુનો થયાનું જણાય છે તો તેઓ આ સંહિતામાં ઠરાવેલ રીતે જાતે પોલીસ તપાસ કરશે અથવા પોતાની સતા નીચેના પોલીસ અધિકારીને તે પ્રમાણે પોલીસ તપાસ કરવાનો આદેશ આપશે અને તેવા અધિકારીને તે ગુના સબંધમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને જે સતા હોય છે તે તમામ સતા રહેશે અને જેમાં કસૂર થયેથી આવી નારાજ થયેલી વ્યકિત મેજિસ્ટ્રેટને અરજી કરી શકશે.