પોલીસ અધિકાર બહારના કેસોની ખબર અને એવા કેસોમાં પોલીસ તપાસ - કલમ : 174

પોલીસ અધિકાર બહારના કેસોની ખબર અને એવા કેસોમાં પોલીસ તપાસ

૧) કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને સ્ટેશનની હદમાં પોલીસ અધિકાર બહારનો ગુનો થયાની ખબર આપવામાં આવે ત્યારે તેણે રાજય સરકાર નિયમો દ્રારા આ અથૅ ઠરાવે તેવા નમુનામાં તેવા અધિકારીએ રાખેલી ચોપડીમાં તેનો સારાંશ નોંધવો જોઇશે અથવા નોંધાવવો જોઇશે અન

(૧) તે ખબર આપનારને મેજિસ્ટ્રેટ સમક્ષ જવા જણાવવું જોઇશે.

(૨) મેજિસ્ટ્રેટને દર બીજા અઠવાડિયે (ફોટૅ નાઇટલી) તેવા તમામ મેસોનો દૈનિક ડાયરી રિપોટૅ મોકલવો જોઇશે.

(૨) પોલીસ અધિકાર બહારના કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા તેને ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટના હુકમ વિના કોઇપણ પોલીસ અધિકારી એવા કેસની પોલીસ તપાસ કરી શકશે નહી. (૩) જેને એવો હુકમ મળે તે પોલીસ અધિકારી પોલીસ અધિકારીના કેસમાં પોલીસ તપાસ અંગે (વિના વોરંટ પકડવાની સતા સિવાયની) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીની સતા વાપરી શકશે.

(૪) જયારે કોઇ કેસ બે કે તેથી વધુ ગુનાને લગતો હોય અને તેમાંનો ઓછામાં ઓછો એક ગુનો પોલીસ અધિકારનો હોય ત્યારે બીજા ગુના પોલીસ અધિકાર બહારના હોય તે છતા તે કેસ પોલીસ અધિકારના કેસ ગણાશે.