
પોલીસ અધિકારના કેસોમાં પોલીસ તપાસ કરવાની પોલીસ અધિકારી સતા
(૧) પોલીસ સ્ટેશનની હદની અંદર આવેલા સ્થાનિક વિસ્તાર ઉપર હકૂમત ધરાવતા ન્યાયાલયને પ્રકરણ ૧૪ની જોગવાઇઓ હેઠળ જે પોલીસ અધિકારીના કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા હોય તેની પોલીસ તપાસ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી મેજિસ્ટ્રેટના હુકમ વિના કરી શકશે. પરંતુ ગુનાના સ્વરૂપ અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષક કેસની તપાસ માટે નાયબ પોલીસ અધિક્ષકને આદેશ કરી શકશે.
(૨) એવા કોઇ કેસમાંની પોલીસ અધિકારીની કાયૅવાહી સામે આ કલમ હેઠળ પોલીસ તપાસ કરવાની તેને સતા ન હતી એ કારણે કોઇપણ તબકકે વાંધો ઉઠાવી શકાશે નહી.
(૩) કલમ-૨૧૦ હેઠળ અધિકૃત કોઇપણ મેજિસ્ટ્રેટ કલમ ૧૭૩ ની પેટા કલમ (૪) હેઠળ કરવામાં આવેલા સોગંદનામા દ્રારા સમથિત અરજીને ધ્યાને લીધા પછી અને તેમને જરૂરી લાગે તેવી તપાસ કયૅ । પછી અને પોલીસ અધીકારી દ્રારા આ સબંધે કરેલી રજૂઆત પછી ઉપર જણાવ્યા મુજબની તપાસનો આદેશ આપશે.
(૪) કલમ ૨૧૦ હેઠળ અધિકૃત કોઇપણ મેજિસ્ટ્રેટને જાહેર સેવક દ્રારા સતાવાર ફરજો નિભાવતી વખતે તેમની (જાહેર સેવક) સામે ઉપસ્થિત થતી ફરિયાદ મળ્યે નીચેનાને આધીન તપાસનો આદેશ આપી શકશે
(એ) તેમનાથી ઉપરી અધિકારી પાસેથી ઘટનાના તથ્યો અને સંજોગો ધરાવતો અહેવાલ મેળવવો અને
(બી) આવી રીતે કથિત ઘટના તરફ દોરી ગયેલી પરિસ્થિતી અંગે જાહેર સેવકના દાવાઓ અને નિવેદનોને ધ્યાનમાં લીધા પછી.
Copyright©2023 - HelpLaw