
પોલીસ તપાસ માટેની કાયૅરીતિ
(૧) મળેલી ખબર ઉપરથી અથવા બીજી કોઇ રીતે કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને પોતે કલમ-૧૭૫ હેઠળ પોલીસ તપાસ કરવાની સતા ધરાવતા હોય તેવો ગુનો થયાનો સકારણ શક આવે તો પોલીસ રીપોર્ટ ઉપરથી તે ગુનાની વિચારણા શરૂ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટને તેણે તે અંગેનો રિપોર્ટે તરત મોકલવો જોઇશે અને તે કેસની હકીકતો અને સંજોગોની પોલીસ તપાસ કરવા અને જરૂરી હોય તો ગુનેગારને શોધી કાઢીને પકડવા પગલા માટે તે જગ્યાએ જાતે જવું જોઇશે અથવા રાજય સરકાર આ માટે સામાન્ય કે ખાસ હુકમથી ઠરાવે તેવા નીચેના દરજજાના ન હોય તેવા પોતાની સતા નીચેના કોઇ અધિકારીને મોકલવો જોઇશે.
પરંતુ
(એ) એવો કોઇ ગુનો થયાની ખબર કોઇ વ્યકિત વિરૂધ્ધ તેનું નામ દઇને આપવામાં આવે ત્યારે અને તે કેસ ગંભીર પ્રકારનો ન હોય ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાજે અધિકારીએ સ્થળ ઉપર પોલીસ તપાસ કરવા માટે જાતે જવાની કે પોતાની સતા નીચેના અધિકારીને ત્યાં મોકલવાની જરૂર નથી.
(બી) પોલીસ તપાસ શરૂ કરવા માટે પૂરતુ કારણ નથી તેવું પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને જણાય તો તે કેસની પોલીસ તપાસ તે કરશે નહી.
વધુમાં બળાત્કારના ગુનાના સબંધમાં ભોગ બનનારના નિવેદનની નોંધણી ભોગ બનનારના ઘરે અથવા તેણીની પસંદગીના કોઇ સ્થળે કરવામાં આવશે અને તેવી નોંધણી શકય હોય ત્યાં સુધી તેણીના માતા પિતા અથવા વાલી અથવા નજીકના સગાઓ અથવા સ્થાનિક સામાજિક કાયૅકરોની હાજરીમાં સ્ત્રી પોલીસ અધિકારી દ્રારા કરવામાં આવશે અને આવું નિવેદન મોબાઇલ ફોન સહિતના ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક સાધનો દ્રારા પણ રેકડૅ કરી શકાશે.
(૨) પેટા કલમ (૧) ના પ્રથમ પરંતુકના ખંડો (એ) અને (બી) માં જણાવેલ દરેક કેસમાં પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ તે પેટા કલમની જોગવાઇઓનો તેના દ્રારા પૂરેપૂરો અમલ ન કરવાના કારણો પોતાના રિપોટૅમાં જણાવવા જોઇશે અને મેજિસ્ટ્રેટને દર બીજા અઠવાડિયે (ફોટનાઇટલી) દૈનિક ડાયરી રિપોર્ટ મોકલવો જોઇશે અને સદરહુ પરંતુકના ખંડ (બી) માં જણાવેલા કેસમાં તે અધિકારીએ કોઇ ખબર આપનાર હોય તો તેને પણ રાજય સરકાર દ્રારા નિયમોથી ઠરાવવામાં આવે તેવી રીતે તરત જણાવવી જોઇશે.
(૩) સાત વષૅ કે તેથી વધુ સમય માટે સજાપાત્ર કરવામાં આવેલા ગુનાને લગતી દરેક માહિતી મળ્યે પોલીસ મથકનો હવાલો સંભાળતા અધિકારી રાજય સરકાર દ્રારા આ સબંધમાં પાંચ વષૅના સમયગાળામાં જાહેર કરવામાં આવે તેવી તારીખથી ગુનામાં ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા માટે ફોરેન્સિક નિષ્ણાત પાસે ગુનાના સ્થળની મુલાકાત લેવડાવશે અને મોબાઇલ ફોન અથવા અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક ઉપકરણ ઉપર પ્રક્રીયાની વિડિયોગ્રાફી પણ કરાવશે. પરંતુ આવા કોઇપણ ગુના સબંધમાં જયાં ફોરેન્સિક સુવિધા ઉપલબ્ધ ન હોય રાજય સરકાર જયાં સુધી તે બાબત સબંધમાં સુવિધા રાજયમાં વિકસિત ન કરવામાં આવે અથવા બનાવવામાં ન આવે ત્યાં સુધી અન્ય કોઇપણ રાજયની આવી સુવિધાના ઉપયોગ બાબતમાં સૂચિત કરશે.
Copyright©2023 - HelpLaw