
રિપોટૅ કેવી રીતે મોકલવો
(૧) રાજય સરકાર તે પ્રમાણે આદેશ આપે તો કલમ-૧૭૬ હેઠળ મેજિસ્ટ્રેટને મોકલવાનો દરેક રિપોટૅ રાજય સરકાર સામાન્ય કે ખાસ હુકમથી તે માટે નીમે તેવા ઉપલા દરજજાના પોલીસ અધિકારી મારફત મોકલવો જોઇશે.
(૨) એવા ઉપલા દરજજાના અધિકારી પોતાને યોગ્ય લાગે તેવી સુચના પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને આપી શકશે અને તે રિપોટૅ ઉપર એવી સુચનાની લેખિત નોંધ કરીને વિના વિલંબે મેજિસ્ટ્રેટને મોકલી આપશે.
Copyright©2023 - HelpLaw