પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ કરવાની સતા - કલમ : 178

પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ કરવાની સતા

મેજિસ્ટ્રેટ કલમ-૧૭૬ હેઠળ કોઇ રિપોટૅ મળે ત્યારે પોલીસ તપાસ કરવાનો આદેશ આપી શકશે અથવા પોતાને યોગ્ય લાગે તો તરત આ સંહિતામાં ઠરાવેલી રીતે તે કેસની પ્રારંભિક તપાસ કરવાની અથવા અન્ય રીતે તેનો નિકાલ કરવાની કાયૅવાહી હાથ ધરી શકશે અથવા તેમ કરવાનું પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટને સોંપી શકશે.